Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસનના સ્મૃતિ ઇરાની પરના નિવેદનથી ભારે હોબાળો: ભાજપે નિંદનીય ગણાવ્યું

નવી દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ થયા બાદ કોંગ્રેસ પાર્ટી મોદી સરકાર વિરુદ્ધ ખૂબ જ આક્રમક બની છે. આ દરમિયાન ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી પર ભાજપ દ્વારા વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

શ્રીનિવાસે કહ્યું કે સ્મૃતિ ઈરાની બહેરી અને મૂંગી થઈ ગઈ છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આટલેથી જ ન અટક્યા, તેમણે વધુમાં કહ્યું કે, મોંઘવારી ડાકણને બેડરૂમમાં બેસાડીને ડાર્લિંગ બનાવવાનું કામ કર્યું છે.

 

શ્રીનિવાસના આ નિવેદનની ક્લિપ ભાજપ કર્ણાટક દ્વારા ટ્વીટ કરવામાં આવી છે. બીજેપી કર્ણાટકએ ક્લિપને ટ્વિટ કરીને લખ્યું, રાહુલ ગાંધીના નજીકના સાથી શ્રીનિવાસાએ સ્મૃતિ ઈરાની પર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. આ ખૂબ જ નિંદનીય છે! અમેઠીમાં વિદેશી કઠપૂતળી રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાની દ્વારા આપવામાં આવેલી ઐતિહાસિક હારથી કોંગ્રેસ હજુ પણ પીડાઈ રહી છે. હાર પચાવી શકતી નથી. કોંગ્રેસ દુરાચાર અને વિકૃતિનો ગઢ બની ગઈ છે.

(9:42 pm IST)