Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

મુંબઈ ઈન્ડિયન્સ બની ડબલ્યુપીએલની પ્રથમ ચેમ્પિયન ટીમ, ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને ૭ વિકેટથી હરાવ્યું: વર્લ્ડ મહિલા પ્રીમિયર લીગની મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને હરાવીને પ્રથમ સિઝનનો ખિતાબ જીત્યો છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગની ટીમે ૧૩૧ રન બનાવ્યા હતા.  મુંબઈએ ૧૩૨ રનનો ટાર્ગેટ  હાંસલ કરવા પરસેવો પણ વહાવી દીધો. અંતે હરમનપ્રીત કૌર અને સિવર બ્રન્ટની તોફાની બેટિંગના કારણે મુંબઈએ ૭ વિકેટ બાકી લક્ષ્યાંક હાંસલ કરી લીધેલ અને ડબલ્યુપીએલ ટાઈટલ જીતી લીધું છે.

વુમન્સ પ્રીમિયર લીગની આ રોમાંચક મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ફેન્સ બ્રેબોન સ્ટેડિયમમાં હાજર હતા. ક્રિકેટ જગતના અનેક ખેલાડીઓ આ મેચ જોવા બ્રેબોન સ્ટેડિયમ પહોંચ્યા હતા. સચિન, યુસુફ પઠાન, રોહિત શર્મા, ઇશાન શર્મા અને બીસીસીઆઈ સચિવ જય શાહ આ મેચ જોવા પહોંચ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે બર્થ ડેના દિવસે મહત્વપૂર્ણ મેચમાં હારવું પડયું, યુપી વોરિયર્સની કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાની વાઈસ કેપ્ટન હીલીએ પણ એલિમિનેટર મેચમાં પોતાના બર્થ ડેના દિવસે હારવું પડયું હતું. આ બંને હાર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમ સામે મળી હતી.

 

પ્રથમ સિઝનની ફાઈનલ મેચ આજે બ્રેબોન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીની કેપ્ટન બર્થ ડે ગર્લ મેગ લેનિંગે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ટોસ હારી હતી.

 

મુંબઈ ઈન્ડીયન્સના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાન સાથે ૧૩૧ રન બનાવી શકી હતી. ચેમ્પિયન બનવા માટે ૧૩૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેદાનમાં ઉતરી હતી. હરમનપ્રીત કૌરની ટીમે ૧૯.૩ ઓવરમાં જ ૩ વિકેટના નુકશાન સાથે ૧૩૪ રન બનાવ્યા હતા. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વુમન્સ પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની છે.

 

 

 

(11:41 pm IST)