Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જમ્‍મુને અલગ રાજયનો દરજજો આપોઃ કાશ્‍મીરનું પણ વિભાજન જરૂરી

પનુન કાશ્‍મીર ચળવળના આગેવાનો ‘અકિલા'ની મુલાકાતેઃ જમ્‍મુ -કાશ્‍મીરમાં હજુ ભેદી લોબી કાર્યરતઃ મોદી સરકારના પગલાથી પંડિતો સંતુષ્‍ટ નથીઃ સંઘના દૃષ્‍ટિકોણ સામે પણ સવાલો : સનાતની કાશ્‍મીરનું સર્જન જરૂરીઃ શૈલેન્‍દ્રજી

પનુન કાશ્‍મીર મિશનના શૈલેન્‍દ્રજી ઐમ, અશ્વિનીજી શર્મા, મૃણાલિની ઠાકર તથા રાજેશ ભાતેલિયા નજરે પડે છે. (તસ્‍વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૭ : ‘‘ઇસ્‍લામિક નહિ, સનાતની કાશ્‍મીરનું રાર્જન જરૂરી છે'' આ શબ્‍દો શૈલેન્‍દ્રજીના છે તેઓ પનુન કાશ્‍મીર મિશનના સક્રિય આગેવાન છે. તેઓ આજે ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા.

તેઓએ જણાવ્‍યું હતું કે, કાશ્‍મીર મામલે મોદી સરકારે સક્રિયતા દાખવી છે, પણ પર્યાપ્‍ત નથી. હજુ ભેદી અને તાકાતવર લોબી જન્‍મુ-કાશ્‍મીરને ઇસ્‍લામિક બનાવવા સક્રિય છે. ટાર્ગેટ કોલિંગ અને એરિયા કવર કરવાની પ્રવૃતિ તેનો ભાગ છે.

શૈલેન્‍દ્રજીએ કહ્યું હતું કે, પનુન કાશ્‍મીર મિશન ચલાવવાનો ઉદ્દેશ  એ છે. કે, કાશ્‍મીરને મૂળરૂપે સ્‍થાપિત કરો સનાતની જમ્‍મુ-કાશ્‍મીરના  સર્જો શૈલેન્‍દ્રજીએ ૧૬મી સદીથી જમ્‍મુ-કાશ્‍મીરના ઇતિહાસની ઝલક આપી હતી.એક સમયે સનાતની ધરોહર કાશ્‍મીર બાદમાં ઇસ્‍લામના કબ્‍જામાં આવી ગયું હતું. ૧૯૮૯-૯૦ માં ત્રાસવાદ ચરમસીમાએ હતો. પંડિતો-હિન્‍દુઓ એ મોટાપાયે હિજરત કરવી પડી હતી. હાલમાં મોદીજીના શાસનમાં પણ જમ્‍મુ-કાશ્‍મીરમાં એન્‍ટી ઇન્‍ડિયા અને એન્‍ટી હિન્‍દુ પ્રવૃત્તિ ધમધમે છ.ે

શૈલેન્‍દ્રજી કહે છેકે કાશ્‍મીર પનુન મિશનની માંગ એ છે કે, જમ્‍મુને અલગ રાજયનો દરજજો આપો કાશ્‍મીરના પણ બે ભાગલા કરીને સનાતનીઓના કાશ્‍મીરને અલગ રાખો મોદી સરકાર આ મામલે સક્રિય નથી તેથી પંડિતોમાં નારાજગી છે, ઉપરાંત સંઘ પરિવાર પણ કાશ્‍મીર અંગેના મુળ વલણથી દુર થતો હોય તેમ લાગે છે.

શૈલેન્‍દ્રજી સંઘ પરિવારમાંથી જ છે, તેઓના પિતાશ્રી-દાદા વગેરે સંઘ સાથે જોડાયેલા હતા શૈલેન્‍દ્રજી કહે છે કે, સંઘ મારો જ પરિવાર છે, પણ કાશ્‍મીર મામલે નિર્ણાયક સક્રિયતા સંઘ દાખવતા નથી.તેથી સવાલો સર્જાયા છે.

શૈલેન્‍દ્રજીએ કહ્યું હતું કે, હિમાલયની સુરક્ષા વગર ભારત સુરક્ષિત રહી નહિ શકે હિમાલય સનાતનની ધરોહર છે. આ ધરોહર સમાન કાશ્‍મીરને સનાતનના મુળ રંગે રંગવું જરૂરી છ.ે

(3:26 pm IST)