-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 26th September 2020
ભાજપને ઝટકો : શિવસેના બાદ અકાલીદળે NDA સાથે છેડો ફાડ્યો: રાજકારણમાં ભૂકંપ
મોડી રાતે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો
નવી દિલ્હી : કૃષિ બિલને લઈને પંજાબ અને હરિયાણાના ખેડૂતોને વિરોધ NDAને ભારે પડ્યો છે. ભાજપના જૂના સાથી અને NDAના સૌથી મહત્વના ઘટક ગણાતા અકાલી દળે છેડો ફાડતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો.અકાલીદળ NDAથી અલગ થયું છે
આજે મોડી રાતે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા કૃષિ બિલની વાત શરૂ થઈ છે ત્યારથી પંજાબ અને હરિયાણામાંથી ખેડૂતોનો ભારે વિરોધ ચાલી રહ્યો હતો.
જો કે આ બિલ સંસદમાં પાસ થયા બાદ અકાલી દળના સાંસદ અને મંત્રી હરસિમરત કૌરે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું આવી સરકારનો હિસ્સો ન હોઈ શકું
(11:08 pm IST)