Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

બીજા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડની ભારત પર 345 રનની લીડ જો રુટે શાનદાર સદી ફટકારી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચનો બીજા દિવસની રમતમાં પણ ભારતીય ચાહકોએ નિરાશ રહેવુ પડ્યુ હતુ. લીડ્ઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ઓપનરોએ બીજા દિવસની રમતને આગળ વધારી હતી. 135 રનના સ્કોર પર ઇંગ્લેન્ડની ઓપનીંગ ભાગીદારીનો અંત આવ્યો હતો. જો રુટે પણ શાનદાર શતક લગાવ્યુ હતુ. આમ ભારત પર મોટી લીડ ઇંગ્લેન્ડે ખડકી હતી.

પ્રથમ દિવસે વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ઈનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમની પ્રથમ બેટીંગ ઈનીંગ 78 રન પર સમેટાઈ હતી. જ્યારે દિવસના અંતે ઈંગ્લેન્ડની ટીમે 120 રન એક પણ વિકેટ ગુમાવ્યા વગર કર્યા હતા.

(11:58 pm IST)