Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાબુલ હુમલોની ખતરનાક આંતકી સંગઠન ISISએ લીધી જવાબદારી

એક આતંકી સતત ફાયરીંગ કરતો આવ્યો અને પોતાને બોમ્બથી ઉડાવી દીધો

નવી દિલ્હી :  અમેરીકી અધિકારીઓએ જણાવ્યું કે કાબુલ એરપોર્ટના એબી ગેટની બહાર આત્મઘાતી હુમલો થયો છે. આ આંતકવાદી કૃત્યને વિશ્વનું સૌથી ખતરનાક આંતકી સંગઠન ISISએ જવાબદારી લીધી છે, મળતી માહિતી મુજબ એક આતંકી સતત ફાયરીંગ કરતો આવ્યો અને પોતાને બોમ્બથી ઉડાવી દીધો.'

એરપોર્ટના આ ગેટ પર બ્રિટેનના સૈનિકોની હાજરી રહેતી હોય છે. બીજો આત્મઘાતી હુમલો એરપોર્ટની બહાર થયો હતો. વહે આ હુમલા પહેલા ISISએ આ હુમલા પહેલા જ ધમકાવાની આશંકા જાહેર કરી હતી. તેમનો ઉદેશ્ય પશ્ચિમી દેશોના તે સૈનિકોનો નિશાન બનાવવાનો હતો કે જે અફઘાન શરણાર્થીઓને દેશની બહાર નિકાળવામાં મદદ કરી રહ્યા છે.

અમેરિકી દૂતાવાસે કાબુલમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો અંગે એલર્ટ જારી કર્યું છે. દૂતાવાસે લોકોને એરપોર્ટ તરફ ન જવા કહ્યું છે. એડવાઈઝરી જાહેર કરતી વખતે દૂતાવાસે કહ્યું કે લોકોએ કાબુલ એરપોર્ટની નજીક જવાનું ટાળવું જોઈએ.

(11:17 pm IST)