Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પતિએ ખેતર વેચી પત્નીના ખાતામાં 39 લાખ જમા કરાવ્યા : 11 રૂપિયા મૂકીને પાડોશી સાથે પત્ની ફરાર

ફરાર મહિલા બે બાળકોની માતા:પતિએ શહેરમાં જમીન લેવા માટે આ પૈસા સાંચવીને રાખ્યા હતા.: બિહારમાં ચોંકાવનારો કિસ્સો

બિહારમાં  એક પત્ની પર 39 લાખ રૂપિયાને લઈ ફરાર થવાનો આરોપ છે. આ રૂપિયા પતિએ પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા. આરોપ છે કે પત્ની ખાતામાં માત્ર 11 રૂપિયા મૂકી પાડોશી સાથે ભાગી ગઈ. ઘટના પટનાના બિહટાની છે. ફરાર મહિલા બે બાળકોની માતા છે. પતિએ શહેરમાં જમીન લેવા માટે આ પૈસા સાંચવીને રાખ્યા હતા.

જાણકારી મુજબ, પતિ દ્વારા પોતાની પૈતૃક સંપત્તિ વેચી શહેરમાં ઘર બનાવવા માટે 39 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. હવે પતિએ પોલીસમાં ફરિયાદમાં નોંધાવી છે

(11:09 pm IST)