Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

25 વર્ષનો સંન્યાસ છોડી આશ્રમની જ મહિલા સાથે પરણશે જૈન મુનિ : મધ્ય પ્રદેશના દમોહના જૈન મુનિની જાહેરાત

બેલાજી જૈન તીર્થક્ષેત્ર મેનેજમેન્ટ મારી સાથે મારામારી કરે છે:જૈનમુનિએ મેનેજમેન્ટ પર આરોપ લગાવ્યો

ભોપાલ :  25 વર્ષનો સંન્યાસ છોડી આશ્રમની જ મહિલા સાથે જૈનમુનિ લગ્ન કરશે મધ્ય પ્રદેશના દમોહના જૈન મુનિએ આ જાહેરાત કરી છે

જૈન મુનિએ જિલ્લાના પટેરા માર્ગ સ્થિત બેલાજી જૈન તીર્થક્ષેત્ર મેનેજમેન્ટ પર મારામારી કરવાનો આરોપ લગાવ્યો છે.આ સાથે જ તીર્થક્ષેત્રમાં રહેતી પ્રજ્ઞા દીદી સાથે લગ્ન કરવાની પણ વાત કહી છે. જોકે, જૈન મુનિએ આ મામલે તીર્થક્ષેત્રના મેનેજમેન્ટ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.

જૈન મુનિ શુદ્ધાત્મ સાગર જિલ્લાના બેલાજી જૈન તીર્થ ક્ષેત્રમાં ચાતુર્માસ કરી રહ્યાં છે અને ગત 22 જુલાઈએ બેલાજી પહોંચ્યા હતા. થોડા દિવસ પહેલાં જ આગ્રાથી પ્રજ્ઞા દીદી નામની મહિલા આશ્રમ આવી હતી અને જણાવવામાં આવી રહ્યું છે કે જૈન મુનિ અને પ્રજ્ઞા દીદી વચ્ચે વાતચીત થવા લાગી છે. જ્યારે આ વાત સામે આવી ત્યારે તીર્થ ક્ષેત્રના આચાર્ય સિદ્ધાંત સાગર મહારાજે બંનેને આશ્રમમાંથી બહાર કાઢી દીધા. એક અગ્રગણ્ય અખબારના અહેવાલ મુજબ, ત્યારબાદ જૈન મુનિ શુદ્ધાત્મ સાગર હિંડોરિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તીર્થ ક્ષેત્ર મેનેજમેન્ટ પર મારામારી કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ પ્રજ્ઞા દીદી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેમણે તીર્થ ક્ષેત્ર મેનેજમેન્ટ પર મંદિરમાંથી બહાર કાઢવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, આ મામલે જૈન મુનિએ લેખિત ફરિયાદ નોંધાવી નથી.

જૈન મુનિ શુદ્ધાત્મ સાગરનું કહેવુ છે કે તેમને બદનામ કરવામાં આવ્યાં છે. તેથી તેઓ હવે ગૃહસ્થ જીવન અપનાવશે નહીં અને પ્રજ્ઞા દીદીની સાથે ગૃહસ્થ જીવન સ્વીકારી રહ્યો છું. તો પ્રજ્ઞા દીદીનુ કહેવુ છે કે અમે ફક્ત મોબાઈલ પર વાતચીત કરતા હતા. પરંતુ ખોટા સંબંધો ક્યારે બનાવ્યાં નથી. તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે અને બાદમાં તેમને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે

(10:36 pm IST)