Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

એન.ઓ.સી.મેળવવા માટે શિક્ષકોએ હાથ શા માટે જોડવા પડે ? : નાદુરસ્ત તબિયતને કારણે બીજી સ્કૂલમાં ટ્રાન્સફર માટે એન.ઓ.સી. આપવાનો ઇન્કાર કરનાર હેડ મિસ્ટ્રેસ ઉપર કલકત્તા હાઇકોર્ટ ખફા : હેડ મિસ્ટ્રેસના હોદ્દાને બદલે સહાયક શિક્ષક તરીકે મૂકી દેવાનો આદેશ કર્યો

કલકત્તા :  નાદુરસ્ત તબિયતને કારણે બીજી સ્કૂલમાં ટ્રાન્સફર માટે એન.ઓ.સી. આપવાનો ઇન્કાર કરનાર હેડ મિસ્ટ્રેસ ઉપર કલકત્તા હાઇકોર્ટે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તથા પૂછ્યું હતું કે એન.ઓ.સી.મેળવવા માટે શિક્ષકોએ હાથ શા માટે જોડવા પડે ? .નામદાર કોર્ટે હેડ મિસ્ટ્રેસ તરીકે ફરજ બજાવતી મહિલાને સહાયક શિક્ષક તરીકે મૂકી દેવાનો આદેશ કર્યો હતો.

નામદાર કોર્ટે એ હકીકતની નોંધ લીધી હતી કે એનઓસી જારી કરવા માટેની અરજી લગભગ 2 વર્ષથી પેન્ડિંગ હતી અને તેથી નારાજગી વ્યક્ત કરી એનઓસી આપવાનો ઇન્કાર કરનાર હેડ મિસ્ટ્રેસને સહાયક શિક્ષક તરીકે મૂકી દેવાનો આદેશ કર્યો હતો. તથા આસિસ્ટન્ટ હેડ મિસ્ટ્રેસને હેડ મિસ્ટ્રેસના હોદ્દા ઉપર મુકવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શિક્ષકે બદલી માટે રજૂ કરેલા કારણમાં જણાવ્યું હતું કે તેનું ઘર શાળાથી 200 કિલોમીટર દૂર છે. પોતે ગાઇનોલોજીક પ્રોબ્લેમથી પીડાય છે. તથા ઓપરેશન કરાવેલું છે. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:59 pm IST)