Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહેલા ઇટાલિયન સૈન્ય પરિવહન વિમાન પર ફાયરિંગ

વિમાનમાં લગભગ 100 અફઘાન નાગરિકો હતા:ટેકઓફ થયાની થોડી મિનિટો બાદ ગોળીબાર કરાયો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહેલા ઇટાલિયન સૈન્ય પરિવહન વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઇટાલીનાં સંરક્ષણ મંત્રાલયે એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે. સૂત્રએ જણાવ્યું કે આ ઘટનામાં વિમાનને કોઈ નુકસાન થયું નથી. આ ઘટના એવા સમયે બની જ્યારે અમેરિકા સહિત ઘણા દેશોએ કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપી છે અને તેમના નાગરિકોને અહીંથી દૂર રહેવા કહ્યું છે.

ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક ઇટાલિયન પત્રકારે સ્કાય 24 ટીજીને જણાવ્યું કે વિમાનમાં લગભગ 100 અફઘાન નાગરિકો હતા, પરંતુ ટેકઓફ થયાની થોડી મિનિટો બાદ તેના પર ગોળીબાર કરવામાં આવ્યો. આ ફાયરિંગ પાછળ કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કાબુલ એરપોર્ટ પર ઇસ્લામિક સ્ટેટનાં હુમલા અંગે ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

(8:31 pm IST)