Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાબુલ એરપોર્ટ પાસે બીજો આત્મઘાતી હુમલો : મોતનો આંક વધવાની આશંકા

કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. ઘણા લોકોના ઘાયલની આશંકા છે. પેન્ટાગોને હુમલાની પુષ્ટિ કરી છે. અગાઉ, એક ઇટાલિયન લશ્કરી વિમાન કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં વિમાનને કોઈ નુકસાન થયું નથી.

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે પણ કાબુલ એરપોર્ટના ગેટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી જોન કિર્બીએ કહ્યું કે, કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો વિસ્ફોટ થયો છે. મૃત્યુઆંકની હજુ સુધી પુષ્ટિ થઈ નથી અને માહિતી મળતાં જ જાણ કરીશું.

ગેટ પર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડી રહ્યા છે. થોડા સમય પહેલા કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ઇટાલિયન સૈન્ય વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઇટાલિયન સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ રાહત હતી કે ફાયરિંગમાં વિમાન અને તેના પર બેઠેલા લોકોને કોઈ નુકસાન થયું નથી

(8:27 pm IST)