Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

વર્તમાન તથા પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોની ઝડપી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટનું સૂચન : રાજ્યના જે વિસ્તારમાં 100 થી વધુ કેસ બાકી હોય ત્યાં વિશેષ સીબીઆઈ કોર્ટની રચના જરૂરી : પડતર કેસોની મોટી સંખ્યા જોતા રાજ્ય દીઠ એક સ્પેશિઅલ કોર્ટ અપૂરતી હોવાનું ખંડપીઠનું મંતવ્ય

ન્યુદિલ્હી : વર્તમાન તથા પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોની ઝડપી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું છે. જે મુજબ રાજ્યના જે વિસ્તારમાં 100 થી વધુ કેસ બાકી હોય ત્યાં વિશેષ સીબીઆઈ અદાલતની રચના કરવી જોઈએ . પડતર કેસોની મોટી સંખ્યા જોતા રાજ્ય દીઠ એક સ્પેશિઅલ કોર્ટ અપૂરતી હોવાનું ખંડપીઠે મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

નામદાર કોર્ટે આ બાબતે મધ્ય પ્રદેશની ભોપાલ સ્પેશિઅલ કોર્ટનો ઉલ્લેખ કર્યો હતો.તથા જણાવ્યું હતું કે રાજ્યના જુદા જુદા ભાગોમાંથી આવવું આરોપીઓ માટે અગવડ ભર્યું બની રહે છે.

આથી ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની બનેલી ખંડપીઠે એક કરતા વધુ સ્પેશિઅલ કોર્ટની રચના કરવાની તાત્કાલિક જરૂરિયાત હોવા ઉપર ભાર મૂક્યો હતો. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:26 pm IST)