Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

CAA તથા NRC વિરુદ્ધ ઉદબોધન કરવાના આરોપી ડો.કાફિલ ખાનને અલ્હાબાદ હાઇકોર્ટની રાહત : તમામ ક્રિમિનલ આરોપો રદ કર્યા

અલ્હાબાદ : અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં CAA તથા NRC વિરુદ્ધ ઉદબોધન કરવાના આરોપી  ડો.કાફિલ ખાનને અલ્હાબાદ હાઇકોર્ટે રાહત આપી છે. તથા તેમના ઉપરના તમામ ક્રિમિનલ આરોપો રદ કર્યા છે.


જસ્ટિસ ગૌતમ ચૌધરીની ખડપીઠે ડો.ખાન ઉપર 2019 ની સાલમાં લગાવાયેલા તમામ ક્રિમિનલ આરોપો રદ ગણ્યા છે.

ડો.ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તથા નેશનલ સિક્યુરિટી એક્ટ લગાવાયો હતો. જે અંતર્ગત ગયા વર્ષે તેમની ધરપકડ થઇ હતી . જે રદ કરવામાં આવી હતી. જેના કારણમાં જણાવાયું  હતું કે તેમનું ઉદબોધન રાષ્ટ્રની એકતા માટેનું હતું.

ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બર 2019 ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં ડો.ખાને CAA તથા NRC વિરુદ્ધ કરેલા ઉદબોધનને કારણે  તેમના વિરુદ્ધ એફ.આઈ.આર.દાખલ કરાઈ હતી. તથા બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.જેમાં લગાવાયેલ આરોપ મુજબ ડો.ખાને બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવું ઉદબોધન કર્યું હતું. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)