Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

મુંબઇના સેન્ટ જોસેફ અનાથ આશ્રમમાં કોરોના વિસ્ફોટ :15 બાળકો સહિત 22 લોકો પોઝિટિવ

12 વર્ષથી નાની ઉંમરના 4 બાળકોને નાયર હોસ્પિટલમાં અને 12 વર્ષથી ઉપરની ઉંમરના બાળકોને રિચર્ડસન એન્ડ ક્રૂડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા

મુંબઇના આગરી પાડા વિસ્તારમાં આવેલા સેન્ટ જોસેફ અનાથ આશ્રમમાં રહેતા 15 બાળકો સહિત 22 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ચાર બાળક 12 વર્ષથી નાની ઉંમરના છે. જેમણે મુંબઇની નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ 12 વર્ષથી ઉપરની ઉંમરના બાળકોને રિચર્ડસન એન્ડ ક્રૂડ્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

અનાથ આશ્રમમાં કોરોનાના દર્દીના કેસ સામે આવવા પર ત્યા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યા 95 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી 22 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. નાયર હોસ્પિટલના ડીન ડૉ. રમેશ ભારમલે જણાવ્યુ કે ભરતી કરવામાં આવેલા બાળકોને કોરોનાના સામાન્ય લક્ષણ છે જેમની સારવાર કરવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર 22 લોકોમાંથી 11 લોકો એવા છે જે 12થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવે છે. આ તમામ લોકોને રિચર્ડસન એન્ડ ક્રૂડ્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય સાત લોકોને પણ આ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે

દેશમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો બનેલો છે તો બીજી તરફ નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના નવા કેસને લઇને આંકડા જાહેર કર્યા છે. આ આંકડા અનુસાર દેશમાં કોરોનાના 46,164 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 607 લોકોના મોત થયા છે. આ સિવાય 34,159 દર્દી કોરોનાથી સ્વસ્થ થયા છે.

આ સાથે જ હવે કોરોનાના કુલ કેસની સંખ્યા 3,25,58,530 છે જ્યારે 3,17,88,440 લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. બીજી તરફ સક્રિય કેસની સંખ્યા 3,33,725 છે અને 436365 લોકોના મોત થઇ ચુક્યા છે. બીજી તરફ સેમ્પલ ટેસ્ટની વાત કરીએ તો ICMR અનુસાર ભારતમાં ગુરૂવારે કોરોના વાયરસ માટે 17,87,283 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુરૂવાર સુધી કુલ 51,31,29,378 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે

(6:57 pm IST)