Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પૈસા બચાવવા આવી કેવી કંજૂસાઇ

૨૩ વર્ષ સુધી ન કરી નવા કપડાંની ખરીદીઃ ૩ વર્ષ સુધી ધોયા નહીં જૂના કપડાં

નવી દિલ્લી, તા.૨૬: અવારનવાર એવું કહેવામાં આવે છે કે નકામો ખર્ચ કરવો સારી વાત નથી. પરંતુ એક મહિલાએ આ કહેવતને કંઈક વધારે ગંભીરતાથી લીધી. અમે તમને આવી મહિલા વિશે જણાવવા જઈ રહ્ના છીએ ક જે એ હદે પૈસા બચાવે છે કે જરૂરી વસ્તુઓ માટે પણ પૈસાનો ખર્ચ કરતી નથી. ન્યૂયોર્કમાં રહેનારી કેટ હાશીમોટો પોતાની જિંદગીમાં ઉપયોગમાં આવનારી નાની-મોટી વસ્તુઓને ખરીદવામાં હંમેશા કાપ મૂકે છે. જેના કારણે તે જરૂરી સામાનને ખરીદતી નથી. તેના જણાવ્યા ­માણે આ તેનો પૈસા બચાવવાનો ઉપાય છે.

એક શોમાં વાત કરતાં કેટ હાશીમોટોએ પોતાના વિશે અનેક દિલચશ્પ વાત જણાવી. તેણે જણાવ્યું કે તે ૩ વર્ષથી ન્યૂયોર્કમાં રહે છે. ભલે આ શહેર રહેવા માટે મોંદ્યું છે. પરંતુ તેણે અનેક એવા ઉપાય શોધી કાઢ્યા છે જેનાથી તે પોતાનો ખર્ચો ઓછો કરે છે. આ રીતે કેટ મહિનામાં રહેવા માટે તે માત્ર ૧૪,૮૦૦ રૂપિયાનો જ ખર્ચ કરે છે. કેટે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે દ્યર માટે ક્યારેય ફર્નીચર ખરીદતી નથી. તે હંમેશા રસ્તાના કિનારે પડી રહેલા કબાડનો ઉપયોગ દ્યરના ફર્નીચર માટે બનાવી લે છે. કેટે જણાવ્યું કે અનેક વાર લોકો પોતાના જૂના-તૂટેલા સામાનને દ્યરના કિનારે ફેંકી દે છે તો હું તેને મારા દ્યરે લઈ આવું છું. આ રીતે મેં દ્યણી બચત કરી. એટલું જ નહીં. મેં છેલ્લાં ૨૩ વર્ષથી એકપણ કપડાં ખરીદ્યા નથી. તેણે ૧૯૯૮માં પોતાના માટે છેલ્લે કપડાં ખરીદ્યા હતા. તેના પછી તેણે આજ સુધી કપડાં પર કોઈ ખર્ચ કર્યો નથી. જયારે તે નહાય છે ત્યારે તે દરમિયાન તેના કપડાં પાણીમાં ધોવાઈ જાય છે. એક હેરાન કરનારી વાત એ છે કે કેટે અલગથી કપડાં ધોવાના સાબુનો ખર્ચ બચાવવા માટે ૩ વર્ષથી કપડાં ધોયા નથી. તે ઉપરાંત તે સાંભળીને તમારું મગજ ચક્કર ખાઈ જશે કે કેટ પૈસા બચાવવા માટે ટોઈલેટ પેપર ખરીદતી નથી. તે માત્ર પાણી અને સાબુનો ઉપયોગ પોતાને સાફ કરવા માટે કરે છે. આ રીતે કંજૂસાઈ કરીને તેણે માત્ર ૬ મહિનામાં ૫ હજાર પાઉન્ડ એટલે કે ૬ લાખથી પણ વધારે રૂપિયા બચાવ્યા છે.

(4:29 pm IST)