Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

અફઘાનિસ્તાન મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક : વિદેશ મંત્રાલયના MEAએ રાજકીય પક્ષોને સ્થિતિથી વાકેફ કર્યા

અફઘાન સ્થિતિ મુદ્દે ભારતની થોભો અને રાહ જુઓની નીતિ : ભારતના હેલ્પ ડેસ્ક પર 15 હજાર લોકોએ સંપર્ક કર્યો :હિન્દુ અને શીખને પણ રેસ્ક્યૂ કરાશે

અફઘાનિસ્તાન મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક મળી હતી જેમાં વિદેશ મંત્રાલયના MEAએ રાજકીય પક્ષોને સ્થિતિથી વાકેફ કર્યા હતા અફઘાન સ્થિતિ મુદ્દે ભારતની થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું છે હાલમાં અફઘાનિસ્તાનથી લોકોને બહાર કાઢવા પર મુખ્ય ફોકસ હોવાનું કહેવાયું છે

 દરમિયાન વિદેશમંત્રી એસ, જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ઘણી ગંભીર છે તાલિબાને દોહામાં અમેરિકાને જે વચન આપ્યું તે પૂર્ણ ન કર્યું ,અફઘાનમાં ભારતના હેલ્પ ડેસ્ક પર 15 હજાર લોકોએ સંપર્ક કર્યો છે સમગ્ર વિશ્વની તાલિબાન મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહયું છે અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ અને શીખને પણ રેસ્ક્યૂ કરાશે.

(4:03 pm IST)