Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાજયમાં વાહન ચાલકોને વધુ એક ઝટકો !

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો

અમદાવાદ, તા.૨૬: પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા બાદ લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે સીએનજીનાં ભાવમાં પણ પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજયનાં ૭ લાખ વાહન ચાલકોને સીધી અસર થઇ છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ ૨૪ ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો વધારો ઝીંકયો છે. CNGના જૂનો ભાવ ૫૨.૪૫ રૂપિયા હતો. જે હવે વધીને ૫૪.૪૫ રૂપિયા થયો છે. જોકે ગુજરાત ગેસ કંપનીએ પીએનજીના (PNG) ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંદ્યો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો કર્યો છે. રાજયમાં સાત લાખ CNG વાહનો છે તે તમામને આ ભાવ વધારાની સીધી અસર પડશે. ગુજરાત ગેસ કંપનીના રાજયમાં ૪૫૦થી વધુ પંપ છે... ગુજરાત ગેસે ૨ રૂપિયાનો વધારો કર્યા બાદ પણ રાજયમાં CNGનો સૌથી ઊંચો ભાવ અદાણી ગેસનો જ રહેશે. અદાણીના CNGના ભાવ હાલ ૫૫.૩૦ રૂપિયા છે. નોંધનીય છે કે, અદાણી ટોટલ ગેસ લિમિટેડે ગત ફેબ્રુઆરી મહિનામાં કેમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)ના ભાવમાં વધારો કર્યો હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા તે લીટર દીઠ રુપિયા ૧૦૦ના નજીક પહોંચી જતા મોંદ્યવારી તો વધી જ છે. બીજી તરફ લોકોના ખર્ચમાં વધારો થતા નવા ટુ વ્હીલર તેમજ પેસેન્જર વાહનોની માગમાં દ્યટાડો થયો છે. ઊદભવેલ આ પ્રતિકૂળતાના વિકલ્પ તરીકે લોકો હવે સીએનજી અને ઈલેકિટ્રક વાહનો તરફ વળ્યા છે. તેમાં પણ લોકો દ્વારા સીએનજી વાહનોને પ્રાધાન્ય અપાતા વિતેલા ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષ દરમિયાન સીએનજી વાહનોના વેચાણમાં નોંધપાત્ર એવો ૪૯ ટકાનો વધારો નોંધાયો હતો.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાયો. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દ્યટાડો કરાયો હતો. ત્યારબાદથી કિંમતો સ્થિર છે. બીજી તરફ, દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચેલી છે. દેશમાં ઈંધણ રેકોર્ડ હાઇ પણ વેચાઈ રહ્યા છે. તેના કારણે જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંદ્યી થઈ રહી છે. કોઈ પણ સામાનના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે, એવામાં સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે.

(3:47 pm IST)