Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

તાલિબાનનું મહત્વનું નિવેદન

૯/૧૧ના હુમલામાં ઓસામા બિન લાદેન સામેલ હતો તેનો કોઈ પુરાવો નથી

અફઘાનિસ્તાન હવે અનેક ચરમપંથી જૂથોનું શરણગાહ બની શકે છેઃ આ કારણે જ રાષ્ટ્રપતિ જો બાઈડન ઓવર ધ હોરાઈઝન ક્ષમતાની વાત કહેતા આવ્યા છે

નવી દિલ્હી, તા.૨૬: તાલિબાનના જબીહુલ્લાહ મુજાહિદના કહેવા પ્રમાણે એ વાતનો કોઈ જ પુરાવો નથી કે, ઓસામા બિન લાદેન ૯/૧૧ના હુમલામાં સામેલ હતો. વધુમાં જણાવ્યું કે, ૨૦ વર્ષના યુદ્ઘ બાદ પણ કોઈ નક્કર પુરાવો નથી. સાથે જ તાલિબાનની વાપસી બાદ આતંકવાદી સંગઠન અલકાયદા ફરી ઉભરે તેનું જોખમ જણાઈ રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે અલકાયદા (એકયુઆઈએસ)એ નિવેદન બહાર પાડીને તાલિબાનને શુભેચ્છા પાઠવી છે. અલકાયદાએ પોતાના નિવેદનમાં અમેરિકાને આક્રમણકારી અને અફદ્યાન સરકારને તેની સહયોગી ગણાવી છે. જાણકારોના કહેવા પ્રમાણે દ્યરેલુ ઉગ્રવાદની સાથે સાથે રૂસ અને ચીનના સાઈબર હુમલાનો સામનો કરી રહેલા અમેરિકા માટે તે બહુ મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે.

તાલિબાને જણાવ્યું કે, દુશ્મનો વિરૂદ્ઘની આ લડાઈમાં અફદ્યાની લોકોના બલિદાનને ભૂલી ન શકાય. તે સિવાય અલકાયદાએ તાલિબાનના વિજયને અમેરિકાની હાર ગણાવ્યું હતું. પોતાના નિવેદનમાં તેણે કહ્યું હતું કે, આ તાલિબાનના હાથે સોવિયત અને બ્રિટનને મળેલી હાર કરતા પણ મોટી સફળતા છે.

ટ્રમ્પ પ્રશાસનમાં આતંકવાદવિરોધી મિશનના વરિષ્ઠ ડિરેકટર રહી ચુકેલા ક્રિસ કોસ્ટાના કહેવા પ્રમાણે અલકાયદાને એક અવસર મળ્યો છે અને તે તેનો લાભ ઉઠાવવા પ્રયત્ન કરશે. તેના પહેલા પેન્ટાગોનના પ્રવકતા જોન કિર્બીએ સ્વીકાર્યું હતું કે, અફદ્યાનિસ્તાનમાં અલકાયદાની ઉપસ્થિતિ છે. જોકે ગુપ્ત વિગતોની ત્રુટીના કારણે તેના આતંકવાદીઓની ચોક્કસ સંખ્યા કહેવી મુશ્કેલ છે.

૨ દશકામાં અમેરિકાએ પોતાને પહેલા કરતા વધારે મજબૂત બનાવ્યું છે. પરંતુ જૂનમાં સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અલકાયદાનું ટોચનું નેતૃત્વ સેંકડો સશસ્ત્ર ફાઈટર્સ સાથે અફદ્યાનિસ્તાનમાં ઉપસ્થિત છે. તેમાં તાલિબાન સાથે તેને નજીકના સંબંધો હોવાનો પણ ઉલ્લેખ હતો.

જાણકારોના કહેવા પ્રમાણે અફદ્યાનિસ્તાન હવે અનેક ચરમપંથી જૂથોનું શરણગાહ બની શકે છે. આ કારણે જ રાષ્ટ્રપતિ જો બાઈડન ઓવર ધ હોરાઈઝન ક્ષમતાની વાત કહેતા આવ્યા છે. તેમના સુરક્ષા સલાહકાર જેક સુલિવને પણ કહ્યું હતું કે, ગુપ્તચર સમુદાયનું માનવું છે કે, અલકાયદા પાસે અમેરિકા પર પહેલા જેવો હુમલો કરવાની ક્ષમતા નથી. જોકે નિષ્ણાતોના કહેવા પ્રમાણે અફદ્યાનિસ્તાનમાં અમેરિકીની નબળી ગુપ્તચર ક્ષમતાને ચેતવણી તરીકે લેવી જોઈએ.

જોર્જટાઉન યુનિવર્સિટીમાં આતંકવાદ નિષ્ણાત બ્રુસ હાફમેનના કહેવા પ્રમાણે અલકાયદા અફદ્યાનિસ્તાનનો એટલો જલ્દી અમેરિકા વિરૂદ્ઘ ઉપયોગ નહીં કરી શકે પરંતુ તે પોતાના સહયોગીઓ દ્વારા હુમલો કરાવી શકે છે.

(3:45 pm IST)