Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કેન્દ્રીય મંત્રીઃ રાણેની ફરિયાદ રદ કરવા અરજીઃ ૧૭ સપ્ટેમ્બરે સુનાવણી

મુંબઇ તા. ર૬: મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે સામેના નિવેદન બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ કરાશે નહીં. એમ મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું હતું. રાણેની અરજી પરની સુનાવણી ૧૭ સપ્ટેમ્બર પર મોકૂફ રખાઇ છે.

ઉધ્ધને લાફો મારવાના વકતવ્યને લઇ કરવામાં આવેલી એફઆઇઆર રદ્દ કરવાના રાણેના વકિલે કરેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી.

મહારસેશન્સ કોર્ટે ગઇકાલે રાત્રે જામીન મંજૂર કર્યા બાદ રાણે રાત્રે જ મુંબઇ પાછા ફર્યા હતા. રાયગઢ કોર્ટના આદેશ મુજબ જજે નોંધ્યું હતું કે રાણેની ધરપકડ યોગ્ય છે પણ પોલીસે યોગ્ય રીતે કેસ ડાયરી મેઇન્ટેન નહીં કરવા બદલ ઝાટકણી કાઢી હતી. વોરન્ટ વિના ધરપકડ કરવાના કાયદામાં કારણો છે. મને લાગે છે કે ધરપકડ યોગ્ય છે. હાલના કેસમાં તપાસ અધિકારીએ નિયમ પાળ્યો નથી. આથી પોલીસ કસ્ટડીની જરૂર નથી. આરોપીને ચોથી સપ્ટેમ્બર સુધીની કસ્ટડી આપવામાં આવે છે.

જન આશિર્વાદ યાત્રા દરમ્યાન રાણેએ વિવાદાસ્પદ નિવેદનમાં જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય દિન અંગેની માહિતી નહીં ધરાવવા બદલ 'હું, હોત તો કાન નીચે વગાડી હોત' એવું મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે બદલ કહ્યું હતું. આ નિવેદનને લઇ મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અને તોડફોડ થઇ હતી. જેને પગલે રાણેની ધરપકડ થઇ હતી.

(3:14 pm IST)