Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પ્રવાસ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત નહિ

કોરોનાને લઈને કેન્દ્ર સરકારની નવી ટ્રાવેલ એડવાઈઝરી : જે પ્રવાસીઓ પાસે રસી લગાવ્યાનું સર્ટિફિકેટ છે તેમની પાસે આરટીપીસીઆર રિપોર્ટ ન માંગવામાં આવે : ઉપરાંત પ્રવાસની તારીખથી ૧૪ દિવસ પહેલા કોરોના સંક્રમિત થઈ સાજા થયેલને પણ પ્રવાસમાં છૂટ આપવીઃ કેન્દ્રની રાજયોને અપીલ

નવી દિલ્હી,તા.૨૬: દેશ દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણ હજું પણ કેર વર્તાવી રહ્યો છે. ભારતમાં પણ ગુરુવારે અનેક દિવસો બાદ કોરોના સંક્રમણના નવા કેસમાં મોટો જોવા મળી રહ્યો છે. ગુરુવારે દેશમાં કોરોનાના ૪૬, ૧૬૪ નવા કેસ સામે આવ્યા છે. સાથે ૬૦૭ લોકોના મોત થયા છે. આ દરમિયાન ભારત સરકારે કોરોના સંક્રમણને જોતા લોકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રવાસીઓને કોરોના ટેસ્ટના નેગેટિવ રિપોર્ટમાંથી છૂટ આપવી જોઈએ.

આ નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર તરફથી પ્રવાસ માટે કોરોના ટેસ્ટના ફરજિયાત પણાને હટાવવામાં આવ્યું છે. અહી પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ રાજય સ્તર પર એવો કોઈ નિયમ બનાવેલો છે તો તેની સૂચના આપતા રહે.

ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે હવે લોકોએ હવાઈ, રોડ અને રેલ માર્ગથી મુસાફરી કરવામાં કોઈ સમસ્યા નહીં થાય. આ સંબંધમાં રાજય સરકારોને કેન્દ્ર તરફથી અપીલ કરવામાં આવી છે કે જે પ્રવાસીઓ પાસે રસી લગાવ્યાનું સર્ટિફિકેટ હાજર છે તેમની પાસે આરટીપીસીઆર રિપોર્ટ ન માંગવામાં આવે. ત્યારે જે લોકો પ્રવાસની તારીખથી ૧૪ દિવસ પહેલા કોરોના સંક્રમિત થઈ સાજા થયા છે તેમને પણ પ્રવાસમાં છૂટ આપવી જોઈએ.

કેન્દ્રએ ટ્રાવેલ એડવાઈઝરીમાં સ્પષ્ટ કર્યુ છે કે જે લોકોને કોરોના રસીના બન્ને ડોઝ લાગી ચૂકયા છે અને બીજા ડોઝને લાગ્યે ૧૫ દિવસ થઈ ચૂકયા છે. તેમની પાસે આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ રિપોર્ટ ન માંગવામાં આવે.

(3:13 pm IST)