Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કયાં કર્મચારીઓના કારણે ઇન્ફ્રાસ્ટ્રકચરની યોજનાના કામ લટકી પડ્યા ? નરેન્દ્રભાઇએ લીસ્ટ મંગાવ્યું

૧પ મી ઓગસ્ટ-ર૦ર૩ સુધીમાં કામ પૂર્ણ કરવા નેશનલ હાઇ-વે ઓથોરીટી ઓફ ઇન્ડિયન અધિકારીઓને આદેશ

નવી દિલ્હી, તા. ર૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલી યોજનનાઓની સમીક્ષા કરી હતી. જેમા તેમને લાગ્યું કે ઘણી યોજનાઓ એમનેમ લટકી પડી છે આગળ કામ નથી વધી રહ્યું. જેથી તેમણે આદેશ આપ્યા છે, કે જે તે યોજનાઓ જે પણ સરકારી કર્મચારીઓને કારણે લટકી રહી છે. તેનું લીસ્ટ તૈયાર કરવામાં આવે.

૩૭મી પ્રગતી મીટિંગ વખતે તેમણે આદેશ આપતા કહ્યું કે કયા પ્રોજેકટનું કામ શા માટે અટકી પડ્યું તેની તેમણે વીગત પણ માગી હતી. જોકે સૌથી મહત્વની વાત એ છે કે જે સરકારી કર્મચારીઓને કારણે યોજનાઓ લટકી પડી છે. તેમની ઓળખ કરવા પણ તેમણે આદેશ આપ્યા છે.

નરેન્દ્રભાઇ મોદીએ આ મિટીંગ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને આદેશ આપતા કહ્યું કે તેમના બધા કામ તેઓ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં પૂરા કરે. તેમણે આ મીટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલી બધીજ યોજનાઓની સમીક્ષા કરી હતી. દિલ્હીમાં ત્રીજો રિંગ રોડ઼ બની રહ્યો છે. તે મુદ્દે પણ તેમણે સમીક્ષા કરીને સલાહ સૂચનો આપ્યા હતા.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ૭૫.૭૧ કિમી લાંબો રોડ તૈયાર કરી રહ્યા છે. જો તે તૈયાર થશે તો દિલ્હી-ચંદીગઢ હાઈવે લોકો સરળતાથી પહોચી શકશે. આ રોડના પ્રોજેકટ માટે સરકાર દ્વારા બઘીજ પ્રકારની મંજૂરીઓ આપી દેવામાં આવી છે. જેથી સપ્ટેમ્બરના અંતમાં તેનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યમાં બની રહેલા ઓકિસજન પ્લાન્ટ પણ જાણકારી મેળવી હતી. જેને લઈને મુખ્ય સચિવોને તેમણે ખાસ કહ્યું કે ઓકિસજન પ્લાન્ટનું કામ ઝડપથી થવું જોઈએ.

(3:12 pm IST)