Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનો ભયઃ અમેરિકા, ઓસ્ટ્રેલિયાએ ચેતવણી આપી

તાલિબાનોના નિયંત્રણ બાદ અમેરિકાના લશ્કરે કાબુલ એરપોર્ટની સુરક્ષા જવાબદારી સંભાળી છે

વોશિંગ્ટન, તા.૨૬: અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ તેમના નાગરિકોને અફદ્યાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ નજીક નહીં જવા માટે અને ત્યાંથી તાત્કાલિક અન્ય સ્થશ ખસી જવા માટે જણાવ્યું છે. અમેરિકાને ડર છે કે કાબુલ એરપોર્ટ બહાર રહેલા અમેરિકનો ઉપર આતંકવાદી હુમલો થઈ શકે છે. સૂત્રોના મતે કાબુલ એરપોર્ટ બહાર તાલિબાનો દ્વારા મોટો આતંકી હુમલો થવાની સંભાવનાને પગલે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ તેના નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. કાબુલ સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે એરપોર્ટના એબે ગેટ, પૂર્વ ગેટ તેમજ ઉત્ત્।ર ગેટ પર જો કોઈ નાગરિક હાજર હોય તો ત્યાંથી તાત્કાલિક દૂર જતા રહે. અગાઉ પણ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર મોટો આતંકી હુમલો થવાની આશંકા વ્યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફદ્યાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ કાબુલ એરપોર્ટની સુરક્ષા અમેરિકન લશ્કરે પોતાના હાથમાં લઈ લીધી છે. ૧૫ ઓગસ્ટના જયારે તાબિલાને કાબુલ પર નિયંત્રણ મેળવ્યું ત્યારબાદ એરપોર્ટ ઉપરથી દેશ છોડવા માટે મોટાપાયે લોકોની ભીડ એકત્ર થઈ હતી. લોકોના મોટી સંખ્યામાં ટોળા વળતા રેસ્કયૂ વિમાનોનના લેન્ડિંગ અને ટેકઓફમાં મુશ્કેલી પડી રહી હતી. થોડો સમય માટે એરપોર્ટ પરથી વિમાન સેવા બંધ કરવાની ફરજ પડી હતી.

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી માર્સી પેઈને જણાવ્યું હતું કે બ્રિટન અને ન્યૂઝીલેન્ડે આપેલી એડવાઈઝરીના સંદર્ભમાં આ નવી સુધારેલી માર્ગદર્શિકા નાગરિકોને આપવામાં આવી છે. કાબુલ એરપોર્ટ પર દ્યાતકી આતંકી હુમલાની ભીતિને જોતા ઓસ્ટ્રેલિયન નાગરિકોને એરપોર્ટ આસપાસથી દૂર જતા રહેવા જણાવાયું છે. ઓસ્ટ્રેલિયાએ બુધવાર સુધીમાં આશરે ચાર હજાર જેટલા લોકોને કાબુલ એરપોર્ટથી રેસ્કયૂ કર્યા હોવાનું જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસનના જણાવ્યા મુજબ હાલમાં કાબુલમાં ભયનું વાતાવરણ છે. દિસેને દિવસે ભયનો માહોલ વધી રહ્યો છે એટલા માટે જ અમે વહેલી તકે લોકોને રેસ્કયૂ કરી રહ્યા છીએ.

(3:04 pm IST)