Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કેરળમાં એક જ દિવસમાં કોરોનાના ૩૧,૪૪૫ કેસ : વાસ્તવિક આંકડો ત્રણ ગણો વધુ હોવાનો દાવો

કેરળે ચિંતા વધારીઃ આખા દેશમાં ૨૪ કલાકમાં નોંધાયેલા કેસોમાં ૬૫ ટકા માત્ર કેરળના :કેન્દ્ર સરકારની રાજય સરકારોને ચેતવણી, તહેવારોમાં લોકોની ભીડ પર નિયંત્રણ ના રાખ્યું તો કેરળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે : ઓણમને કારણે આગામી દિવસોમાં કેરળમાં કેસોની સંખ્યા ઓર વધે તેવી પૂરી શકયતાઃ સરકારે ફરી ટેસ્ટિંગ અને કોન્ટેકટ ટ્રેસિંગ વધાર્યાઃ પરંતુ તેમાં મોડું થઈ ગયું હોવાનો મત

તિરુવનંતપુરમ, તા.૨૬: કેરળમાં બુધવારે નોંધાયેલા કોરોનાના નવા કેસનો આંકડો ૩૧,૪૪૫દ્ગચ આંબી ગયો છે. રાજય સરકારે ટેસ્ટિંગ વધારવાની વાત કરી છે, પરંતુ આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું માનવું છે કે આ નિર્ણય લેવામાં મોડું થઈ ચૂકયું છે. ઓણમ જેવા મોટા તહેવારમાં રાજયમાં મોટાપાયે ઉમટેલી ભીડને કારણે આગામી સપ્તાહોમાં કેસોનો આંકડો ઉંચો રહેશે. દેશભરમાં બીજી લહેર ચાલી રહી હતી ત્યારે કેરળમાં જેટલા કેસ નોંધાઈ રહ્યા હતા તેટલા જ કેસ હાલ નોંધાઈ રહ્યા હોવાથી કેરળની સ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે. નિષ્ણાંતોનું ત્યાં સુધી માનવું છે કે કેરળમાં સત્ત્।ાવાર રીતે જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેના કરતા બિનસત્ત્।ાવાર આંકડો ત્રણ ગણો વધારે હોઈ શકે છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના કેરળના સેક્રેટરી ડો. ગોપીકુમાર પીના જણાવ્યા અનુસાર, ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લેવામાં સરકારે ખૂબ મોડું કર્યું છે. કેરળમાં સક્રિય ડેલ્ટા વેરિયંટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોને ચેપ લગાડી રહ્યો છે તેની જાણ હોવા છતાંય સરકારે ટેસ્ટિંગ અને કોન્ટેકટ ટ્રેસિંગ દ્યટાડી દીધા હતા. તેમણે એવી પણ આશંકા વ્યકત કરી હતી કે રાજય સરકાર દ્વારા જેટલા કેસ જાહેર કરવામાં આવે છે, તેનાથી વાસ્તવિક આંકડો ત્રણ ગણો વધારે હોઈ શકે છે.

ત્રણ મહિના બાદ કેરળમાં ગઈકાલે ડેઈલી કેસનો આંકડો ૩૦ હજારને પાર કરી ગયો છે. છેલ્લે ૨૦ મેના રોજ રાજયમાં ૩૦,૪૯૧ કેસ નોંધાયા હતા. ૦૫ ઓગસ્ટ પહેલા કેરળમાં રોજના બે લાખ જેટલા ટેસ્ટ થતા હતા. જોકે, ત્યારબાદ સરકારે મૂકેલા નિયંત્રણોમાં છૂટછાટ જાહેર કરવાની સાથે ડેઈલી ટેસ્ટમાં પણ દ્યટાડો થયો હતો અને તેનો આંકડો હાલ દોઢ લાખથી પણ નીચે આવી ગયો છે. ઓણમના સમયે તે ૧.૨ લાખથી પણ ઓછો હતો.

ગઈકાલે કેરળમાં નોંધાયેલા નવા દર્દીમાં ૧૨૩ આરોગ્યકર્મીઓનો પણ સમાવેશ થાય છે. હાલ રાજયમાં ૪,૭૦,૮૬૦ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે જેમાંથી ૪,૪૪,૨૭૮ હોમ કવોરન્ટાઈન છે, જયારે બાકીના હોસ્પિટલોમાં છે. ગઈકાલે ૨,૪૩૯ લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલ ૧.૭૦ લાખ લોકો સારવાર હેઠળ છે. અત્યારસુધી કેરળમાં કોરોનાના કુલ ૩૬,૯૨,૬૨૮ દર્દી નોંધાઈ ચૂકયા છે.

કેરળમાં બુધવારે ૨૧૫ લોકોના કોરોનાથી મોત થયા હોવાનું સરકારી ચોપડે જાહેર કરાયું હતું. અત્યારસુધી રાજયમાં કુલ ૧૯,૯૭૨ લોકો કોરોનાથી મોતને ભેટ્યા છે, હાલ એકિટવ કેસનો આંકડો પણ ૧,૭૦,૨૯૨ છે અને રોજના ૨૪૩૯ લોકો હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યા છે. દેશમાં ગઈકાલે નોંધાયેલા કુલ કેસોમાં ૬૫ ટકા કેસ માત્ર કેરળમાં જ નોંધાયા હતા. કેન્દ્રિય આરોગ્ય સચિવે કેરળનું ઉદાહરણ આપતા અન્ય રાજયોને પણ આગામી દિવસોમાં આવી રહેલી તહેવારની સીઝનમાં તકેદારી રાખવા માટે જણાવ્યું છે.

(3:04 pm IST)