Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

સરકાર બદલાય એટલે પોલીસ અધિકારીઓ ઉપર રાજદ્રોહના આરોપ મુકવાનું શરૂ થઇ જાય

છત્તીસગઢના આઈપીએસ અધિકારી ઉપર રાજદ્રોહનો કેસ કરાતા વર્તમાન ટ્રેન્ડ વિષે સુપ્રીમ કોર્ટ ચિફ જસ્ટિસની ટકોર

ન્યુદિલ્હી :  છત્તીસગઢના આઈપીએસ અધિકારી ગુરજિંદર પાલ ઉપર રાયપુર પોલીસે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવતા સુપ્રીમ કોર્ટે ચિફ જસ્ટિસ એન.વી.રમનાએ ટકોર કરતા જણાવ્યું હતું કે સરકાર બદલાય એટલે પોલીસ અધિકારીઓ ઉપર રાજદ્રોહના આરોપ મુકવાનું શરૂ થઇ જાય . તેવો હાલનો ટ્રેન્ડ જોવા મળે છે.


સીજેઆઈએ કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ પોલીસ અધિકારી સત્તાધારી પાર્ટી સાથે છે, ત્યાં સુધી તેમના માટે વસ્તુઓ સરળ છે. પણ જો પાર્ટી સત્તા ગુમાવે તો તેમની સામે રાજદ્રોહ અને અન્ય આરોપો લાગશે.

"જ્યારે પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે અને સત્તાધારી પક્ષ સાથે છે ત્યારે કોઈ રાજદ્રોહ નથી. પરંતુ જ્યારે પક્ષ સત્તામાં નથી, ત્યારે પોલીસ અધિકારીને રાજદ્રોહના આરોપોનો સામનો કરવો પડે છે. આ દેશમાં તાજેતરનો આ ટ્રેન્ડ છે."

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 124A હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ થયા બાદ કોર્ટ છત્તીસગઢના IPS અધિકારી ગુરજિંદર પાલ સિંહની અરજી પર સુનાવણી કરી રહી હતી.ત્યારે ઉપરોક્ત ટકોર કરી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:15 pm IST)