Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ભારતમાં મારી સાથે ગુનેગાર હેવુ વર્તન થયું : દિલ્હીમાં ડિપાર્ટ કરી દેવાઈ : અફઘાન મહિલા સાંસદનો આરોપ

મને ગાંધીજીના ભારત પાસેથી ક્યારેય આવી આશા નહોંતી : મહિલા સાંસદે કહ્યું -દુબઈમાં મારો પાસપોર્ટ ન આપવામાં આવ્યો. તેમણે મને સીધી ઈસ્તમ્બુલ પાછી મોકલી દીધી

નવી દિલ્હી : અફઘાનિસ્તાન સંસદની એક મહિલા સભ્યએ ભારતમાં તેની સાથે ગુનેગાર જેવુ વર્તન થયાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ કહ્યું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાના 5 દિવસ બાદ 20 ઓગસ્ટે તેમને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. 

ફરયાબ પ્રાંતના પ્રતિનિધિત્વ કરનારા વોલેસી જિરગાની સભ્ય રંગીના કારગરે કહ્યું કે તે 20 ઓગસ્ટની શરુઆતમાં ઈસ્તમબુલથી ઉડનાર દૂબઈ ફ્લાઈટથી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. તેમની પાસે રાજનાયિક/ સત્તાવાર પાસપોર્ટ હતો. જે ભારત સાથે પારસ્પરિક વ્યવસ્થા અંતર્ગત વીઝા મુક્ત પ્રવાસની સુવિધા પ્રદાન કરે છે. એક દિવસ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતુ કે ભારતનું ધ્યાન અફઘાનિસ્તાન અને તેમના લોકોની સાથે પોતાના ઐતિહાસિક સંબંધોને સંરક્ષિત કરવા પર રહેશે.

   2010થી સાંસદ કારગરે એક ન્યૂઝ પેપરને જણાવ્યું કે તેમને પહેલા પણ પાસપોર્ટ પર અનેક વાર ભારતનો પ્રવાસ કર્યો છે. તેમણે કહ્યું કે પહેલા ક્યારેક સમસ્યા આવી નથી. પરંતુ આ વખતે ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને રોકી લીધા અને રાહ જોવા કહ્યું હતુ.  કારગરે કહ્યું કે અધિકારીએ તેમને કહ્યું કે તેમણે કહ્યું કે તેમને આને લઈને પોતાના સિનિયર સાથે વાત કરવી પડશે. તેમને 2 કલાક  રાહ જોવડાવી અને પછી તે બાદ તેમની એરલાઈન દ્વારા દુબઈના રસ્તે ઈસ્તામ્બુલ પાછા મોકલી દીદા. મહિલાએ જણાવ્યું કે તેમણે મને ડિપોર્ટ કરી દીધા. મારી સાથે ગુનેગાર જેવું વર્તન કર્યુ. મને દુબઈમાં મારો પાસપોર્ટ ન આપવામાં આવ્યો. તેમણે મને સીધી ઈસ્તમ્બુલ પાછી મોકલી દીધી.

કારગરે કહ્યુ કે તેમણે મારી સાથે જે કર્યુ તે સારુ નથી કર્યુ. કાબુલમાં સ્થિતિ બદલાઈ ગઈ છે મને આશા છે કે ભારત સરકાર અફઘાનિ મહિલાઓને મદદ કરશે. તેમણે કહ્યું કે તેમને ડિપોર્ટકરવાને લઈને કોઈ કારણ જણાવવામાં નથી આવ્યુ. પરંતુ કદાચ કાબૂલમાં બદલાયેલી રાજનીતિક સ્થિતિ અને સુરક્ષા સંબંધિત હતુ.

 

વિદેશ મંત્રાલયના એક સૂત્રએ કહ્યું કે તેમને કારગર સાથે જોડાયેલી આ ઘટનાની જાણકારી નથી. મહિલાના ડિપોર્ટ થયાના 2 દિવસ બાદ ભારતે 2 અફઘાન શીખ સાંસદો નરિંદર સિંહ ખાલસા અને અનારકલી કૌર હોનારયારનું ભારતમાં સ્વાગત કરવામાં આવ્યું. હોનારયાર પહેલી શીખ ભારતીય મહિલા છે જેમણે અફઘાન સંસદમાં પ્રવેશ કર્યો છે.

મહિલા સાંસદે કહ્યું કે મને ગાંધીજીના ભારત પાસેથી ક્યારેય આવી આશા નહોંતી. અમે હંમેશા ભારતના મિત્ર છીએ. ભારતની સાથે અમારા સામરિક સંબંધ છે. ભારત સાથે અમારો ઐતિહાસિક સંબંધ છે. પરંતુ આ સ્થિતિમાં તેમણે એક મહિલા અને એક સાંસદની સાથે આવો વ્યવહાર કર્યો છે. કારગતે કહ્યું કે તેમને એરપોર્ટથી મને કહ્યું કે ‘માફ કરો, અમે તમારા માટે કંઈ નથી કરી શકતા’

(1:54 pm IST)