Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

અનામત જે માત્ર ટૂંકા ગાળા માટે જ રાખવાનું હતું તે અવિરતપણે વધારવામાં આવ્યું

નાત જાતનો ભેદ દૂર કરવાને બદલે હવે તે કાયમી બનાવી દેવાશે તેવું લાગે છે : મદ્રાસ હાઇકોર્ટ

ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટ જણાવ્યું છે કે આઝાદી પછીના ટૂંકા ગાળા માટે લાગુ કરાયેલું આરક્ષણ અવિરતપણે વધારવામાં આવ્યું છે.નાત જાતનો ભેદ દૂર કરવાને બદલે હવે તે કાયમી બનાવી દેવાશે તેવું લાગે છે .

ભારતના બંધારણની રચના કરતી વખતે બંધારણ સભા દ્વારા કલ્પના કરાયેલ અનામતનો સંપૂર્ણ ખ્યાલ વારંવાર સુધારાઓ દ્વારા અને જાતિ પ્રણાલીની સાચી ઓળખ વિના જ્યાં તે અસ્તિત્વમાં નથી તેવા સંપ્રદાયો સુધી પણ વિસ્તૃત કરવામાં આવ્યું છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકોને સશક્ત કરવાને બદલે આ કરવામાં આવી રહ્યું છે જેથી મેરિટ આખરે આરક્ષણના આધારે એડમિશન , નિમણૂક અને પ્રમોશન જેવી બાબતો નક્કી કરી શકે.

કોર્ટે ઉમેર્યું હતું કે જાતિ પ્રણાલીને નાબૂદ કરવાને બદલે, વર્તમાન વલણ તેને અવિરતપણે વિસ્તૃત કરીને કાયમી બનાવે તેવું લાગે છે, જે માત્ર આઝાદી પછીના ટૂંકા ગાળા માટે હતું તે 70 વર્ષ ઉપરાંતના સમય પછી પણ અટકવાને બદલે સતત વધી રહ્યું છે.

અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે રાજ્ય-સમર્પિત ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) ના આરક્ષણ સંબંધિત કેસમાં મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને જસ્ટિસ પીડી ઓડીકેસવાલુની ખંડપીઠે આપેલા આદેશમાં આ અવલોકન ફૂટનોટ તરીકે કરવામાં આવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:43 pm IST)