Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કાબુલમાં ટ્રાવેલ એજન્સી ઉપર કર્યો હુમલો

પાકિસ્તાન આઈએસઆઈ સાથે જોડાયેલા ત્રાસવાદીઓએ લૂંટયા ભારતીય વિઝા, અફઘાન પાસપોર્ટઃ એલર્ટ જાહેર

કાબુલ, તા. ૨૬ :. કાબુલની હાલત અત્યંત ખરાબ છે. આ દરમિયાન શહેરમાં પ્રાઈવેટ ટ્રાવેલ એજન્સીની ઓફિસમાં આઈએસઆઈ ત્રાસવાદીઓ ઘુસી ગયા હતા અને તેઓએ અનેક અફઘાન પાસપોર્ટ અને ભારતીય વિઝા લૂંટીને લઈ ગયા હતા.

આ લોકો ત્યાંથી સત્તાવાર સિક્કાઓ, અનેક અફઘાન પાસપોર્ટ અને ભારતીય વિઝા બઠાવી ગયા હતા. આ ઓફિસ ભારતીય મિશન તરફથી ત્યાં વિઝાનુ કામકાજ સંભાળતી હતી.

મળતા અહેવાલો અનુસાર આ લૂંટ બાદ ભારતીય ઈમીગ્રેશન એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે કારણ કે આ દસ્તાવેજોનો ઉપયોગ ભવિષ્યમાં નકલી પાસપોર્ટ બનાવવા થઈ શકે છે.

(11:38 am IST)