Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

દુબઈમાં વિશ્વનો સૌથી ઉંચો ચકડોળ ખુલ્લો મુકાશેઃ આસમાનમાં જ ભોજન

૨૧ ઓકટોબરે ખુલ્લો મુકાશેઃ ૩૮ મીનીટમાં એક ચક્કર લગાવશેઃ ૨૫૦ મીટરની ઉંચાઈ : દુબઈમાં વિશ્વનો સૌથી ઉંડો સ્વીમીંગ પૂલ ખુલ્લો મુકાયોઃ ઉંડાઈ ૬૦ મીટર

દુબઈ, તા. ૨૬ :. દુબઈમાં વિશ્વના રેકોર્ડ તોડતા આકર્ષણો છે તેમાં નવુ એક નઝરાણુ ઉમેરાવા જઈ રહ્યુ છે. ૨૧ ઓકટોબરે વિશ્વનો સૌથી ઉંચો ઓબ્ઝર્વેશન વ્હીલ ખુલ્લો મુકવામાં આવશે.

દુબઈમાં બુર્ઝ ખલીફા અને ડીપ ડાઈવ બાદ વિશ્વનો સૌથી મોટો અને સૌથી ઉંચો ઓબ્ઝર્વેશન વ્હીલ એટલે કે ચકડોળ ખુલવા જઈ રહ્યો છે જે ૩૮ મીનીટમાં એક ચક્કર લગાવશે અને લગભગ ૭૬ મીનીટમાં બે ચક્કર લગાવશે.

દુબઈ બ્લુ વોટર્સ દ્વીપ પર તે છે તે બેસનારને ૨૫૦ મીટરની ઉંચાઈએ લઈ જશે ત્યાંથી સમગ્ર દુબઈ નિહાળી શકાશે. ત્યાં ફરનારને આસમાનમાં ભોજનની સાથે ૧૯ પ્રકારના વિવિધ પેકેજ પણ મળશે. જે હેઠળ જન્મ દિવસ, સગાઈ, લગ્ન, બીઝનેશ કામકાજ વગેરે માટે હશે. લોકો પોતાની સુવિધા અનુસાર પેકેજ લઈ શકશે. તેમા ખાનગી કેબીન પણ છે.

તેને યુએઈની સ્થાપનાના ૫૦મા વર્ષ દરમિયાન ખુલ્લો મુકવામાં આવશે. હાલમાં જ દુબઈમાં વિશ્વનો સૌથી ઉંડો સ્વીમીંગ પૂલ બનાવવામાં આવ્યો છે જેની ઉંડાઈ ૬૦ મીટર એટલે કે ૨૦૦ ફૂટ છે જે ઓલમ્પિક સાઈઝના ૬ સ્વીમીંગ પૂલ જેવડો છે અને તેમા ૧ કરોડ ૪૦ લાખ લીટર પાણી આવે છે.

(11:35 am IST)