Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રૂ.૧૦૦ કરોડના બેનામી સોદા સંબંધે છગન ભૂજબળ સામે આવકવેરા ખાતાની ફરિયાદ

મુંબઇ, તા.૨૬: આવકવેરા ખાતાએ મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છગન ભુજબળ અને પુત્ર પંકજ તથા ભત્રીજા સમીર તથા વિવિધ કંપનીઓ સામે રૂ.૧૦૦ કરોડના બેનામી સોદાઓને લઇ પ્રોસિકયુશન કમ્પ્લેઇન ફાઇલ કરી છે.

આ મિલ્કતોમાં નાસિક જિલ્લામાં રૂ.૧૭,૮૨ કરોડની સુગર મિલ તથા પનવેલ, અંધેરી, સાંતાક્રુઝની રૂ.૬૬.૯૦ કરોડ, રૂ.૧૭.૨૪ કરોડ અને રૂ.૭.૭૨ કરોડ અનુક્રમુ કિંમત ધરાવતી જમીનનો સમાવેશ થાય છે. આ મિલકતો ભુજબળ, પંકજ અને સમીર દ્વારા બેનામી કંપનીઓ મારફત કરાયેલા રોકાણ વાપરીને ખરીદાઇ હોવાનો આરોપ છે.

આઇટી અધિકારીઓએ મંગળવારે મુંબઇની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આર્મસ્ટ્રોગ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.નામની સમીર અને પંકજ  જેના ડિરેકટરો છે તે કંપનીનું પણ નામ છે. તપાસમાં જણાયું છે કે પરવેશ કન્ટ્રકશન્સ પ્રા.લિ. અને આર્મસ્ટ્રોગ એનર્જી પ્રાઇ. લિ. કંપનીઓમાં બોગસ શેર કેપિટલના નામે આ પૈસા વળવમાં આવ્યા હતા. ભુજબળ અને તેમના પરિવાર દ્વારા સ્થાવર મિલકત ખરીદવા રકમ વપરાઇ હતી. આ કંપનીઓ અસલી કંપની ન હોવાનું તેમના ફાઇનાશિયલ પ્રોફાઇલિંગ પરથી જણાયું હતું. ભુજબળ સામે ઇડીએ મહારાષ્ટ્ર સદન કેસમાં અગાઉ પગલાં લીધા હતા અને અનેક મહિના સુધી જેલમાં રહ્યા હતા.

(10:57 am IST)