Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ફાઈઝર અને અસ્ટ્રાજેનેકા કોરોના વેકસીનની અસર ૬ મહિનાથી વધુ નહિઃ નવા સંશોધનમાં સ્ફોટક ખુલાસો

કોવીડ-૧૯ વેકસીનની સુરક્ષા ૬ મહિનાની અંદર સમાપ્ત થઈ જાય છેઃ ૫ - ૬ મહિના અંદર ફાઈઝરની અસરકારક ક્ષમતા ૭૪ ટકા ઘટી જ્યારે અસ્ટ્રાજેનેકાની ૬૭ ટકા ઘટી

લંડન, તા. ૨૬ :. કોરોના વેકસીનને લઈને કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક વેકસીનની અસર બહુ લાંબા સમય સુધી રહી શકતી નથી. તેની અસર ૬ મહિના સુધી જ રહે છે. આ અભ્યાસમાં જણાયુ છે કે ફાઈઝરની વેકસીનના બે ડોઝ લગાવ્યાના એક મહિના બાદ પ્રતિરક્ષાની ક્ષમતા ૮૮ ટકા ઘટી જાય છે. જ્યારે ૫ થી ૬ મહિના પર બચાવની ક્ષમતા ૭૪ ટકા ઓછી થઈ જાય છે. આ જ પ્રકારે ઓકસફર્ડ અને અસ્ટ્રાજેનેકાની ભારતમાં બનેલી કોવીશિલ્ડ વેકસીનની ક્ષમતામાં ૧ મહિનામાં ૭૭ ટકા ઘટાડો આવ્યો. જ્યારે ૫ થી ૬ મહિના બાદ ૬૭ ટકા ઘટાડો જોવા મળ્યો.

બ્રિટનમાં થયેલા એક અભ્યાસ અનુસાર કોવીડ-૧૯થી રક્ષા માટે બનાવવામાં આવેલી ફાઈઝર અને અસ્ટ્રાજેનેકા (કોવીશિલ્ડ)ની વેકસીનોની અસર ૬ મહિનાથી વધુ સમય રહેતી નથી.

આ અભ્યાસના પરિણામોથી બ્રિટનની સરકાર દ્વારા ત્રીજા બુસ્ટર ડોઝ આવતા મહિનાથી આપવાની બાબતના નિર્ણયની પુષ્ટી થઈ છે. આ અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક ટીમ સ્પેકટરના જણાવ્યા પ્રમાણે શિયાળો આવતા જ તેની સૌથી ઓછી અસર એટલે કે ૫૦ ટકાથી પણ ઓછી અસર વડીલો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પર જોવા મળશે. જો કે તેમણે એવુ પણ કહ્યુ હતુ કે આમ છતા રસી લેવી જરૂરી છે કારણ કે તે મોટી વસ્તી પર અત્યંત ફાયદાજનક છે.

(10:56 am IST)