Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

દક્ષિણ આફ્રિકામાં કરોડો ડૉલરના પીપીઇ કૌભાંડની જાણકારી આપનાર ભારતીય મૂળની મહિલાની હત્યા

ગૌતેંગ પ્રાંતીય સ્વાસ્થ્ય વિભાગમાં સીનિયર અધિકારી બબીતા દેવકરણને તેમની કારના દરવાજાથી ગોળી મારી

જોહાનિસબર્ગ: ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19 લૉકડાઉન દરમિયાન કરોડો ડૉલરના પીપીઇ કૌભાંડ વિશે મહત્વની જાણકારી આપનારી ભારતીય મૂળની 53 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી છે. અધિકારીઓએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.

ગૌતેંગ પ્રાંતીય સ્વાસ્થ્ય વિભાગમાં એક સીનિયર અધિકારી બબીતા દેવકરણને તેમની કારના દરવાજાથી કેટલીક ગોળી મારવામાં આવી હતી જ્યારે તે મંગળવારે પોતાના બાળકોને સ્કૂલમાં મુક્યા બાદ જોહાનિસબર્ગ પરત ફરી રહી હતી, તેમણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યા તેમનું મોત થયુ હતુ.

દેવકરણની હત્યાની એક ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. દેવકરણે ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19 લૉકડાઉન દરમિયાન વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (પીપીઇ)ના પુરવઠામાં 330 મિલિયન રૈંડથી વધારે (20 મિલિયન અમેરિકન ડૉલરથી વધારે)ની છેતરપિંડી વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.

ગંભીર ગુના તપાસ એકમના પ્રવક્તા કૈજર કગન્યાગોએ કહ્યુ કે દેવકરણ સ્વાસ્થ્ય વિભાગામં ભ્રષ્ટાચાર એકમની તપાસમાં સામેલ સાક્ષીમાંથી એક હતા. કગન્યાગોએ કહ્યુ કે દેવકરણે ક્યારેય સંકેત આપ્યા નહતા કે તેમણે આ પ્રક્રિયામાં ભાગ લેવાથી ખતરો અનુભવાય છે. ગૌતેંગના પ્રીમિયર ડેવિડ મખુરાએ કહ્યુ કે ગુનાગારોની તપાસ માટે એક સમર્પિત પ્રાંતીય પોલીસ દળની રચના કરવામાં આવી છે.

(10:24 am IST)