Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

નવરાત્રિ બાદ ધોરણ ૧ થી ૫માં પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરાવવા તૈયારી

ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં પહેલાથી જ પ્રાથમિક શાળાઓ

અમદાવાદ,તા. ૨૬: ગુજરાતમાં માધ્યમિક અને તેથી ઉપરના વર્ગમાં બાદ સરકારે જન્માષ્ટમી પછી બીજી સપ્ટેમ્બરને ગુરૂવારથી ધોરણ ૬થી ૮માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા શાળાઓને મંજૂરી આપી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય સંદર્ભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કોરોના ચેપ નિયંત્રણર્નીં ચુસ્ત પાલન સાથે આગામી સપ્તાહે ૩૦ હજાર શાળાઓમાં ૫૦ ટકા કેપેસિટીમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ થશે.

ઊપલા વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બાદ ઓકટોબરમાં નવરાત્રિના તહેવાર બાદ ધોરણ ૧થી પાંચ માટે પણ કલાસરૂમમાં શિક્ષણ શરૂ કરવા સરકાર આગળ વધી રહી છે. ઉત્ત્।રપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજયોમાં પહેલાથી જ પ્રાથમિક શાળાઓ ખૂલી ગઈ છે. સંભવિત થર્ડ વેવ પહેલા ગુજરાતમાં ૧૮ કે તેથી વધુ વયજૂથના ૪.૩૦ કરોડ જેટલા નાગરિકોનું વેકિસનેશન થયું છે. એકાદ મહિનામાં ૧૨થી ૧૮ વર્ષના બાળકો માટે પણ વેકિસનેશન શરૂ થવાની શકયતાઓ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહે કોવિડ-૧૯ના ચેપના ફેલાવાની સમીક્ષા કર્યા બાદ પાંચમા ધોરણથી નીચેના કલાસરૂમ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીડિયા સમક્ષ કહ્યું કે, મંત્રીમંડળના નિર્ણયથી રાજયમાં ર૦ હજારથી વધુ સરકારી સહિત કુલ ૩૦ હજાર શાળાઓમાં ધોરણ ૬થી આઠમાં કુલ ૩૨ લાખ વિદ્યાર્થીઓ માટે બીજી સપ્ટેમ્બરને ગુરુવારથી વર્ગખંડમાં શિક્ષણ શરૂ થશે. આ વર્ગો વિદ્યાર્થીઓની સંખ્યાના ૫૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે.

તેના માટે વાલીઓનો સંમતિપત્ર અનિવાર્ય છે. જે વાલી સંમતિ આપે તેમના બાળકોને જ પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. હાલમાં જે રીતે ઓનલાઈન શિક્ષણ ચાલે છે તે પણ શાળાઓ શરૂ થયા પછી યથાવત્ જ રહેશે. એલું જ નહી, રાજયમાં પહેલાથી ધોરણ ૯થી ૧૨ના વર્ગોમાં જે રીતે શિક્ષણકાર્ય ચાલે છે અને તેના માટે જે અમલમાં ઔછે, કોરોના ચેપ નિયંત્રણ માર્ગર્દિશકા છે તેનો ધોરણ ઔ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે શાળાઓએ ઔચુસ્ત અમલ કરવાનો રહેશે.

(10:15 am IST)