Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

યુઝર્સના ગજવાને સીધી અસર થશે

મોબાઈલ યુઝર્સ માટે મહત્વના સમાચારઃ ૧ સપ્ટેમ્બરથી બદલાઈ જશે ૪ નિયમો

નવી દિલ્હી, તા.૨૬: નવા નિયમો અનુસાર જો તમે મોબાઇલ પર ડિઝની ૅ હોટસ્ટારનો ઉપયોગ કરો છો તો તમારે મોંદ્યુ રિચાર્જ કરવું પડશે. આ સાથે, એમેઝોન, ગૂગલ, ગૂગલ ડ્રાઇવ જેવી સેવાઓના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારો ૧ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧થી લાગૂ થઈ રહ્યાં છે. નિયમોમાં ફેરફાર કર્યા બાદ મોબાઈલ યુઝર્સે ઘણી સેવાઓ માટે વધુ ચૂકવણી કરવી પડશે.

ગૂગલની નવી પોલિસી ૧ સપ્ટેમ્બર ૨૦૨૧દ્મક લાગુ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ફેક કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ પર ૧ સપ્ટેમ્બરથી પ્રતિબંધ મૂકવામાં આવશે. ગૂગલે તેની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એપ ડેવલપર્સ દ્વારા લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી એપ બ્લોક કરવામાં આવશે. હકીકતમાં ગૂગલ પ્લે સ્ટોરના નિયમો પહેલાં કરતા વધુ કડક બનાવવામાં આવી રહ્યાં છે. સાથે જ ગૂગલ ડ્રાઇવ યુઝર્સને ૧૩ સપ્ટેમ્બરે નવું સિકયોરિટી અપડેટ મળશે. આના કારણે તેનો ઉપયોગ પહેલાં કરતા વધુ સુરક્ષિત બનાવશે.

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧થી મોંઘુ થઈ જશે. આ પછી યુઝર્સે બેઝ પ્લાન માટે ૩૯૯ રૂપિયાને બદલે ૪૯૯ રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે યુઝર્સે ૧૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ સિવાય યુઝર્સ ૮૯૯ રૂપિયામાં બે ફોનમાં એપ ચલાવી શકશે. ઉપરાંત, આ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં HD કવોલિટી ઉપલબ્ધ છે. આ સિવાય તમે આ એપને ૪ સ્ક્રીન પર ૧,૪૯૯ રૂપિયામાં ચલાવી શકશો.

એમેઝોન ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારીને લોજિસ્ટિકસ ખર્ચમાં વધારો કરી શકે છે. જેના કારણે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧થી એમેઝોનથી સામાન મંગાવવાનું મોંદ્યુ કરશે. આવી સ્થિતિમાં ૫૦૦ ગ્રામના પેકેજ માટે ૫૮ રૂપિયા ચૂકવવા પડી શકે છે. સાથે જ રીઝનલ કોસ્ટ ૩૬.૫૦ રૂપિયા થશે.

૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧થી ગૂગલ પ્લે સ્ટોર માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યાં છે. આ અંતર્ગત લોન મેળવવાના નામે છેતરપિંડી કરનાર શોર્ટ પર્સનલ લોન એપ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. આવી ૧૦૦ જેટલી એપ વિશે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ ગૂગલ દ્વારા આવી એપ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

(10:15 am IST)