Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

વિશ્વનું ૯૦ ટકા હેરોઈન અફઘાનિસ્તાનમાં થાય છે

ઘઉં, ચોખાની જેમ ઉગાડવામાં આવે છે અફીણઃ કાયદા-કાનૂન બોદા : તાલીબાનને અમુક રકમ આપી દયો એટલે કેફી દ્રવ્યો બનાવી શકો

નવી દિલ્હી, તા. ૨૬ :. અફઘાનિસ્તાન વિશ્વમાં સૌથી મોટું હેરોઈનનું મોટું ઉત્પાદક છે. વિશ્વનું ૯૦ ટકા જેટલુ હેરોઈન અહીં પાકે છે. તાલીબાનના નેતૃત્વવાળી સરકાર માટે ડ્રગ પોલીસી મહત્વની બની જાય છે. અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી માટે અનેક ખુલાસાઓ થયા છે.

વિશ્વનું ૯૦ ટકા હેરોઈનનું ઉત્પાદન અફઘાનિસ્તાનમા થાય છે. જેનો ભાવ ૩૦થી ૭૦૦ પ્રતિ કિલો હોય છે. આ ભાવ ૨૦૦૦ની સાલમાં જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાનથી દુનિયાભરમાં હેરોઈન સપ્લાય કરવામાં આવે છે. ખેતી ભલે ગેરકાનૂની હોય પણ અહીં નિયમ અને કાયદા ઢીલા છે.

અફઘાનિસ્તાનમાં ખેડૂતો માટે અફીણની ખેતી એક સારો વિકલ્પ છે કે જેમની પાસે કશું કામ નથી. જો અહીં થોડી જમીન હોય તો તમે આરામથી અફીણ ઉગાડી શકો છો. અન્ય પાક વેચવા બજારમાં જવુ પડે છે પરંતુ અફીણ લેવા ગ્રાહક ખુદ ખેડૂત પાસે આવે છે.

અફઘાનિસ્તાનથી ડ્રગનું મુખ્ય બજાર પશ્ચિમ યુરોપ છે. એશિયા અને આફ્રિકા સુધી હેરોઈન જાય છે. એવુ બહાર આવ્યુ છે કે અફીણના પાક ઉપર ૬ ટકા સુધી તાલીબાનને આપવુ પડે છે.

(10:12 am IST)