Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 15,000 કરોડ સુધીના રોકાણ મંજૂરી

મેસર્સ એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડમાં સીધા વિદેશી રોકાણના પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હી :  પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 15,000 કરોડ રૂપિયા સુધીના રોકાણ માટે મેસર્સ એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડમાં સીધા વિદેશી રોકાણના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

મેસર્સ એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડ વિશેષ રૂપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ-ડેવલપમેન્ટ સેક્ટર, જેમાં એરપોર્ટ સેક્ટર અને ઉડ્ડયન સંબંધિત વ્યવસાયો અને સેવાઓમાં ડાઉનસ્ટ્રીમ રોકાણની સાથે સાથે પરિવહન અને લોજિસ્ટિક્સ વગેરે સાથે જોડાયેલા ક્ષેત્રોનો સમાવેશ હોઈ શકે છે. તેમાં રોકાણ માટે ભારતીય રોકાણ હોલ્ડિંગ શરૂ કરવામાં આવ્યું છે.

(9:16 am IST)