Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પત્નીએ પ્રાઇવેટ પાર્ટમાં લગાવ્યું એકદમ ઘાતક ઝેર :ઓરલ સેક્સ વેળાએ પતિને મોતને ઘાટ ઉતારવા ષડયંત્રનો ખુલાસો

બ્રાજીલમાં આ મામલો મીડિયામાં છવાયો : મહિલાના પ્લાનથી પોલીસ પણ આશ્વર્યચકિત

 

બ્રાજીલિયા: મહિલાએ સેક્સ દરમિયના પતિને દર્દનાક મોત આપવાનો પ્લાન બનાવ્યો હતો જેના ખુલાસાએ પોલીસે પણ આશ્વર્યચકિત કરી દીધી. જોકે પતિને પત્ની સાથે બેડ પર જતાં જ કંઇક શંકા ગઇ જેના લીધે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો ઓરલ સેક્સ દરમિયાન મોતને ઘાટ ઉતારી દેવા માંગતી હતી. બ્રાજીલમાં આ મામલો મીડિયામાં છવાયો છે.

બ્રાજીલના Tvi24 ના હવાલેથી Daily Star ના રિપોર્ટ અનુસાર મહિલાએ પતિને સેક્સ દરમિયાન મારવાની એવી યોજના બનાવી કે મહિલાએ જીવ જોખમમાં મુક્યો. સેક્સ પહેલાં તેણે પોતાના પ્રાઇવેટ પાર્ટ  (Private Part) માં એકદમ ઘાતક ઝેર લગાવ્યું હતું. ઓરલ સેક્સ દરમિયાન પતિને આ ઝેર દ્વારા સરળતાથી દર્દનાક મોત આપવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે પતિને મહિલા પર શંકા ગઇ અને તે જાળમાં ફસાતા બચી ગયો.

   વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે તેણે ઓરલ સેક્સ પહેલાં જ તેના પ્રાઇવેટ પાર્ટ માંથી વિચિત્ર સ્મેલ આવી, જેના લીધે તેને શંકા ગઇ. પત્ની દ્વારા સતત તેને ઓરલ સેક્સ માટે ઇંસિસ્ટ કરતાં શંકા વધી ગઇ. ત્યારબાદ તેણે પત્નીથી અંતર બનાવી લીધું અને તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયો. જ્યાં ડોક્ટરોએ જ્યારે મહિલાના પ્રાઇવેટ પાર્ટની તપાસ કરી તો ખબર પડી કે તેણે મોટી માત્રામાં એકદમ ઘાતક ઝેર લગાવ્યું હતું. ડોક્ટરોના અનુસાર તે ઝેર મહિલાના શરીરમાં ફેલાઇ ચૂક્યું હતું. થોડું મોડું થયું હોત તો મહિલાનો પણ જીવ જઇ શકતો હતો. જે પતિને મારવા માંગતી હતી તેના લીધે તેનો જીવ બચી ગયો

મહિલાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તે પોતાના પતિ સાથે છુટાછેડા લેવા માંગતી હતી પરંતુ પતિ તેના માટે તૈયાર ન હતો. 43 વષીય પતિ દ્વારા છુટાછેડા માટે રાજી ન થતાં પત્નીએ તેને મોતને ઘાટ ઉતારવા માટે પ્રાઇવેટ પાર્ટમાં ઝેર લગાવ્યું હતું.  . 

(12:08 am IST)