Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: માત્ર ઈ-વિઝા પર ભારતની યાત્રા કરી શકશે અફઘાની નાગરિક

ઈ-ઇમર્જન્સી એક્સ-વિવિધ વિઝાની શરૂઆત કરી વિઝા પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં બગડેલ સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, અફઘાની નાગરિક હવે માત્ર ઈ-વિઝા પર જ ભારતની યાત્રા કરી શકશે. આ આદેશ દ્વારા ઈ-ઇમર્જન્સી એક્સ-વિવિધ વિઝાની શરૂઆત કરીને વિઝા પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
  વાસ્તવમાં આ નિર્ણય તે રિપોર્ટ્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અફઘાની નાગરિકોના કેટલાંક પાસપોર્ટ ખોવાઈ ગયા છે. એવામાં જે અફઘાની નાગરિક હાલ ભારતમાં નથી તેમના પહેલા જાહેર કરવામાં આવેલ વિઝા તાત્કાલિક પ્રભાવથી અમાન્ય થઇ જાય છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જયારે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ભારત પોતાના અને અન્ય નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાના પ્રયાસોમાં લાગેલું છે.
આ પહેલા પણ ભારતે અફઘાનિસ્તાનમાં ઉભી થયેલ સ્થિતિને જોતા 17 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે ભારત આવવા માંગતા અફઘાની નાગરિકો માટે એક ઇમરજન્સી 'ઈ-વિઝા' ઇસ્યુ કરવામાં આવશે. કોઈપણ ધર્મના તમામ અફઘાની નાગરિકો 'ઈ-ઇમર્જન્સી અને અન્ય વિઝા' માટે ઓનલાઇન આવેદન કરી શકે છે અને નવી દિલ્હીમાં તેમની અરજી પર કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયએ અફઘાનિસ્તાનમાં ઉભી થયેલ સ્થિતિને જોતા વિઝાની જોગવાઈઓની સમીક્ષા કરવામાં આવી છે. ભારતમાં પ્રવેશ કરવા માટેની વિઝા અરજીઓ પર ટૂંક સમયમાં નિર્ણય લેવા માટે 'ઈ-ઇમર્જન્સી અને અન્ય વિઝા'ની નવી શ્રેણી બનાવવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં ભારતના મિશન બંધ થવાને કારણે વિઝા માટે ઓનલાઇન અરજી કરી શકાય છે અને નવી દિલ્હીમાં અરજીઓની તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં વિઝા છ મહિનાના સમયગાળા માટે આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે અરજીઓ પર કાર્યવાહી કરતા અને અફઘાની નાગરિકોને વિઝા આપતા સુરક્ષાના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. તમામ ધર્મોના અફઘાની નાગરિક વિઝા માટે અરજી કરી શકે છે.

(10:50 pm IST)