Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

અફઘાનિસ્તાનથી રેસ્ક્યુ કરાયેલા લોકોને ITBP કેમ્પમાં 14 દિવસ માટે ક્વોરેનટાઈનમાં રખાશે

81 લોકોની પ્રથમ બેચને ITBP કેમ્પમાં અલગ રાખવામાં આવશે.: રિપોર્ટ પોઝિટિવ આવશે તો હોસ્પિટલાઇઝ કરાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે જેમને અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યુ કરી ભારત લાવવામાં આવ્યા છે. તેમને ફરજિયાત 14 દિવસના ક્વોરેનટાઈનમાં રાખવામાં આવશે. તેમને દિલ્હીના ITBP ના છાવલા કેમ્પમાં 14 દિવસ માટે ક્વોરેનટાઈનમાં ફરજિયાત રાખવામાં આવશે. આ અંતર્ગત, અફઘાનિસ્તાનમાંથી બહાર કાવામાં આવેલા નાગરિકોમાંથી 81 લોકોની પ્રથમ બેચને ITBP કેમ્પમાં અલગ રાખવામાં આવશે.

ITBP એ એક નિવેદનમાં કહ્યું કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે, તેમને બાદમાં કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. અગાઉ, અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યુ કરી ભારત આવેલા બે નાગરિકો કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું હતું જેમને દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને એસિમ્પટમેટિક છે.

 

મંગળવારે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અત્યાર સુધીમાં કુલ 626 લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢીને ભારત લાવવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી કે 228 ભારતીય નાગરિકો આમાં સામેલ છે. તે જ સમયે, 77 અફઘાની શીખોને ત્યાંથી બહાર કાવામાં આવ્યા છે.

ભારત મંગળવારે દુશાંબેથી 78 લોકોને પરત લાવ્યું હતું, જેમાં 25 ભારતીય નાગરિકો અને કેટલાક અફઘાન શીખ અને હિન્દુઓનો સમાવેશ થાય છે. એક દિવસ પહેલા, તેમને ભારતીય વાયુસેનાના લશ્કરી પરિવહન વિમાન દ્વારા કાબુલથી દુશાંબે લઈ જવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા દુશાંબેથી દિલ્હી લાવવામાં આવી હતી. જેમાં ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ નકલો પણ લાવવામાં આવી છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને વી મુરલીધરન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

(10:38 pm IST)