Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પીરીયડસ દરમ્‍યાન એકસરસાઇઝ પ્રોટોકોલથી સુધરશે મહિલા રેસરોનું પ્રદર્શન

એમ વાય હોસ્‍પિટલનીસ પીજી ઇન્‍ટર્નનું રિસર્ચ

ઇંદોરઃ પીરીયડસ સમયે મહિલા એચ્‍લેટને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડે છે. તેનાંથી તેના અંગત જીવન જ નહીં પણ મેદાન પર તેના પ્રદર્શનને પણ બહુ અસર થાય છે. પણ તાજેતરમાં જ કરાયેલ એક રિસર્ચમાં અવું જાહેર થયું છે કે જો મહિલા એથ્‍લેટ પીરીયડસ દરમ્‍યાન એકસરસાઇઝનું નકકી કરેલ પ્રોટોકલ ફોલો કરે તો પોતાના પ્રદર્શનને સારૂ બનાવી શકે છે. આનાથી મહિલા એથ્‍લેટોને ઘણી રાહત મળશે.

એમ વાય હોસ્‍પિટલના ફીઝીયોથેરાપી વિભાગની પીજી ઇન્‍ટર્ન દ્વારા મહિલા એથ્‍લેટના પીરીયડસના સમયે પરફોર્મન્‍સ  પર કરાયેલ રિસર્ચમાં આ વાત સામે આવી છે. એમ વાય હોસ્‍ટિપટલની ઇનટર્ન ડો.ઇશિતા ડાલેએ ડીપાર્ટમેન્‍ટ ઓફ ફીઝીયોથેરાપી સ્‍પોર્ટસના ડોકટર નીરજસિંહના માર્ગદર્શનમાં આ મહત્‍વનું રિસર્ચ કર્યું છે. તેમાં જણાવ્‍યું છે કે મેન્‍સ્‍ટ્રઅલ સાઇકલ અથવા પિરીયડસ (માસિક ધર્મચક્ર) ના વિભિન્ન તબકકાઓમાં થનાર મોટાભાગના દેખાવો પર આધારીત પરિવર્તન તેમના શરીર પર વધારે અસર કરી શકે છે.

મેન્‍સ્‍ટ્રુઅલ ફેઝમાં એકસરસાઇઝ પ્રોટોકોલ પછી ઇન્‍ટરવેન્‍શન ગ્રુપમાં સુધારો જણાવ્‍યો. જુના રિસર્ચ અનુસાર, પીરીયડસના સમગ્ર તબકકાના હોર્મોનલ ઉતાર ચડાવ પ્રદર્શનને અસર કરે છે.

(2:59 pm IST)