Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

છૂટાછેડાને લઈને પહેલીવાર શિખર ધવને તોડ્યું મૌન, ફરી લગ્ન કરવા મુદ્દે પણ કહી દિલની વાત

શિખર ધવન ગયાવર્ષે બાંગ્લાદેશના પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયાથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. તેવામાં તે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરવા ફરીથી પાછો ફરવા માંગશે હાલ શિખર આયશા વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર શિખર ધવન ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની અગામી સિઝનમાં પંજાબ કિગ્સનો કેપ્ટન બનવા જઇ રહ્યો છે. શિખર ધવન ગયાવર્ષે બાંગ્લાદેશના પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયાથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. તેવામાં તે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરવા ફરીથી પાછા ફરવા માંગશે. 

આ દરમિયાન શિખર ધવને પોતાના અંગત જીવનને લઇને વાત કરી. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2021માં શિખર ધવનના અંગત જીવનમાં ભૂંકપ આવ્યો હતો. જ્યારે તેમની વાઇફ આયશા મુખર્જીને લગભગ નવ વર્ષ જૂનો સંબંધ ખતમ કરવાનો નિર્ણય લીધો. હાલ બંનેના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ધવને કહ્યું કે, લગ્ન ટૂટવા માટે તે જવાબદાર છે અને લગ્ન કરતી વથતે તેમને પોતાના ફિલ્ડનો અંદાજ નહતો. 

શિખર ધવને કહ્યું કે, હું નિષ્ફળ થયો કારણ કે ક્યારેય કોઇ વ્યક્તિ નિર્ણય લે છે તો તેનો છેલ્લો નિર્ણય પણ તેનો જ હોય છે. હું બીજા પર આંગળી ચિંધવા માંગતો નથી. હું નિષ્ફળ એટલા માટે રહ્યો કારણ કે મને આ ફિલ્ડનો અંદાજ ન હતો. ક્રિકેટની જે વાચ આજે હું જે કરી રહ્યો છું તે 20 વર્ષ પહેલા તેના વિશે મને કઇ જ ખબર ના પડતી ન હતી. આ બધા અનુભવની વાત છે. પહેલા એક-બે વર્ષ માસણની સાથે વિતાવો જુઓ તે બંનેના સંસ્કાર મેચ થાય છે કે નહીં.

શિખર ધવને કહ્યું કે, તે પણ એક મેચ જ હતી, હાલ મારા છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. તેને ખતમ થયા બાદ જ્યારે મારે લગ્ન કરવા પડશે ત્યારે હું આ ફિલ્ડમાં હું વધારે સમજદાર બની જઇશ, મને કેવી રીતની પાર્ટનર જોઇએ, જેની સાથે હું જીવન નિભાવી શકું તો જ હું લગ્ન કરીશ. જ્યારે હું 26-27 વર્ષનો હતો અને મેચ રમતો આવી રહ્યો હતો. તે સમયે હું કોઇ રિલેશનશીપમાં નહતો, પણ હા મસ્તી કરતો હતો. જ્યારે હું પ્રેમમાં પડ્યો ત્યારે મે રેડ ફ્લેગ્સ જોઇ ના શક્યો. પરંતુ જો હવે હું પ્રેમમાં પડીશ તો રેડ ફ્લેગ્સને જોઇ શકીશ. જો રેડ ફ્લેગ્સ હશે તો તેની બહાર હું આવી જઇશ.

શિખર ધવન કહે છે, 'લગ્ન મારા માટે બાઉન્સર હતું અને મેં તેને મારા માથા પર ઉઠાવ્યું. ત્યારે ચારેય બાજુ નારાજ થઈ ગઇ. હારવું પણ જરૂરી છે, પણ હાર સ્વીકારતા શીખો. મેં ભૂલ કરી છે અને માણસ ભૂલમાંથી જ શીખે છે. શિખર ધવને ઓક્ટોબર 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2014માં જોરાવરનો જન્મ થયો. છૂટાછેડા પછી, જોરાવર હાલમાં તેની માતા સાથે મેલબોર્નમાં રહે છે. જોકે ધવન પોતાના પુત્રને મળવા મેલબોર્ન જતો રહે છે.

શિખર ધવવને ભલે આ વર્ષે કોઇ ઇન્ટરનેશનલ મેચ નથી રમી પરંતુ વનડે વર્લ્ડ કપ 2023માં ભાગ લેવાની આશા હજી ઓછી થઇ નથી. જો આઇપીએલ 2023માં શિખર ધવને સારુ પર્ફોર્મ કર્યુ તો ફરી તેની વાપસી થઇ શકે છે. 

 

(11:57 pm IST)