Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

આજે રવિવારે નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સનું વિમાન સ્હેજમાં અથડાતા રહી ગયા: ત્રણ ટ્રાફિક એર કંટ્રોલર સસ્પેન્ડ: એર ઇન્ડિયાના પાઇલોટો ઉપર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ

નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ જાહેરાત કરતા કહ્યું કે સિવિલ એવીએશન ઓથોરિટી ઓફ નેપાળ દ્વારા એર ઈન્ડિયાના  ભારતીય પાયલોટો પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ડીજીસીએ-ઈન્ડિયાને આ બારામાં પત્ર લખ્યો છે તથા તપાસ માટે કમિટીની રચના કરી છે.  જોકે એર ઇન્ડિયા એ કોઈ પ્રતિભાવ હજી સુધી આપ્યો નથી

શુક્રવારે એર ઈન્ડિયાનું પ્લેન ૧૯૦૦૦ ફૂટથી ૩૭૦૦ ફૂટ નીચે ઉતરી ગયું હતું હતું જે નેપાળમાં નિયત ઊંચાઈ પર કરતા ખૂબ નીચું હતું

જ્યારે એર ઈન્ડિયાનું વિમાન જે સમયે ખૂબ જ નીચે આવી ગયું હતું.  તે સમયે નેપાળ એરલાઈન્સનું પ્લેન તેની નીચે લગભગ સમાન ઊંચાઈએ ઉડયન કરી રહ્યું હતું અને ઈન્ડિયન એરલાઈન્સે તેના વિમાનને ફરી ઉપર લઈ જવું પડેલ. મોટી દુર્ઘટનાનો ભય સર્જાયેલ.

તે જ દિવસે, ૨૩ માર્ચે કાઠમંડુમાં ઉતર્યા પછી શ્રીલંકાના સત્તાવાળાઓએ આ ઘટના અંગે ભારતીય વિમાનના ક્રૂની પૂછપરછ કરી હતી.  આ ઘટના પર પાયલોટ-ઇન-કમાન્ડે પણ પોતાની ભૂલ સ્વીકારી અને તેના માટે માફી માંગી.  તે જ સમયે, પાઇલોટ્સ સાથે, કાઠમંડુ ટાવર પર ફરજ પરના ૩ એર ટ્રાફિક નિયંત્રકોને પણ ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે.

 

(11:28 pm IST)