Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

અમેરિકામાં ખાલીસ્તાન સમર્થકોના વિરોધનું કવરેજ કરી રહેલ ભારતીય પત્રકાર ઉપર હુમલો, ગાળો આપી ડંડા ફટકાર્યા

યુ.એસ.એ.માં ખાલિસ્તાનીઓ દ્વારા ભારતીય પત્રકાર લલિત ઝા ઉપર  હુમલો: ગાળો આપી ડંડા ફટકાર્યા:  સમર્થકોએ તેના ડાબા કાન પર બે લાકડીઓ મારેલ. હુમલો થયા પછી ઝા એ ૯૧૧ ઉપર ફોન કરતાં ૨ પોલીસ વાનમાં ૪ લોકો આવ્યા, જેમણે મદદ કરી.
 
ભારતીય એલચી કચેરીએ પત્રકાર પરના આ હુમલાની ઝાટકણી કાઢી છે. દૂતાવાસે કહ્યું, કે અમે વોશિંગ્ટન ડીસીમાં  'ખાલિસ્તાન વિરોધ'ને કવર કરી રહેલ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ ભારતીય પત્રકાર પર દુર્વ્યવહાર, ધાકધમકી અને શારીરિક હુમલાના દ્રશ્યો જોયા છે. ટ્વિટર પર ખાલિસ્તાની સમર્થકોનો એક વીડિયો પણ શેર થયો છે.

 

(4:53 pm IST)