Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ કર્ણાટકના પ્રવાસેઃ બિદર જીલ્‍લાના ગોરાટ મેદાનમાં ૧૦૩ ફૂટ ઉંચો રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવશે

નિવાસી ગુજરાતી સમાજ આયોજીત કાર્યક્રમમાં જોડાશે

નવી દિલ્‍હીઃ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે સાંજે કર્ણાટકના પ્રવાસે આવશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે એટલે કે આજે કર્ણાટકના પ્રવાસે છે.બિદર જિલ્લાના ગોરાટા મેદાન ખાતે 103 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને ગોરાટા મેદાનમાં ‘ગોરટા શહીદ સ્મારક’ અને સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા રાયચુર જિલ્લાના ગબ્બુર જશે જ્યાં તેઓ બપોર પછી એક જાહેર સભાને સંબોધશે અને ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે. શાહ રવિવારે સાંજે ‘નિવાસી ગુજરાતી સમાજ’ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

કર્ણાટકમાં મે મહિનામાં ચૂંટણી થવા જઈ રહી છે, એવા સમયે રાજ્યના બે પ્રભુત્વ ધરાવતા સમુદાયો લિંગાયતો અને વોક્કાલિગાઓને આકર્ષવા માટે ભાજપ નેતા બેંગલુરુ સ્થિત ‘વિધાન સૌધા’ (વિધાનસભા સંકુલ) ખાતે 12મી સદીના સમાજ સુધારક બસસ્વારા અને બેંગલુરુ શહેરમાં સંસ્થાપક ‘નાદ પ્રભુ’ કેમ્પેગોડાની પ્રતિમાનું અનાવરણ કરશે. શાહ અહીં યોજાનારી ભાજપની કોર કમિટીની બેઠકમાં પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, હજુ ગઈકાલે જ ચુંટણી રાજ્ય કર્ણાટકની પીએમ મોદીએ મુલાકાત લીધી હતી.અને વિવિધ યોજનાઓનો શિલાયન્સ અને ઉદ્દઘાટન કર્યું હતું.

 

(3:55 pm IST)