Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી આકાંક્ષા દુબે નો ગળાફાંસો ખાધેલો મૃતદેહ વારાણસીની હોટલમાંથી મળી આવ્યો:ઇન્સ્ટા ઉપર તેના ૧૭ લાખ ફોલોવર:આજે જ તેનું ભોજપુરી વિડિયો સોંગ ભોજપુરીના સુપરસ્ટાર પવનસિંહ સાથે રિલીઝ થયું 'તું

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. વારાણસીની હોટલમાંથી આ ૨૫ વર્ષની એક્ટ્રેસનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો. આજે જ તેનું ભોજપુરી વિડિયો સોંગ ભોજપુરીના સુપરસ્ટાર પવનસિંહ સાથે રિલીઝ થયું હતું.:ગીતનું પોસ્ટર પણ ઈન્સ્ટાગ્રામ ઉપર આકાંક્ષાએ રિલીઝ કર્યું છે. ઇન્સ્ટા ઉપર તેના ૧૭ લાખ ફોલોવર છે  ડિજિટલ મીડિયા ઉપર થોડા કલાકો પહેલા જ પોતાના ડાન્સનો વીડિયો પણ શેર કર્યો હતો. સંખ્યાબંધ ભોજપુરી ફિલ્મમાં અભિનય આપ્યો છે.

 

(3:44 pm IST)