Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

ઇંગ્‍લેન્‍ડમાં પપ વર્ષના કેવિન હિલને તબીબોએ મૃત જાહેર કર્યા બાદ ફરીથી જીવતા થતા ભારે આશ્‍ચર્ય

તબીબી જગત માટે પણ આશ્‍ચર્યજનક ઘટનાથી તપાસ-સંશોધન

નવી દિલ્‍હીઃ ઇંગ્‍લેન્‍ડમાંપપ વર્ષમાં વ્‍યકિતનું મૃત્‍યુ થયા બાદ ફરી જીવતા થતા ભારે ચર્ચા જાગી છે.  ઈંગ્લેન્ડમાં રહેતા એક વ્યક્તિનો દાવો છે કે તે મર્યા પછી જીવતો થયો છે. આટલું જ નહીં, તે આ સમયગાળા દરમિયાનની સમગ્ર પ્રક્રિયાને પણ યાદ રાખી છે. આ વ્યક્તિનું નામ કેવિન હિલ છે, જે વ્યવસાયે લેખક હોવાનું કહેવાય છે અને તેની ઉંમર 55 વર્ષની છે. ડૉક્ટર્સે તેને ક્લિનિકલી મૃત જાહેર કર્યો હતો, પરંતુ તે થોડા જ સમયમાં જીવતો થઈ ગયો હતો.

કેવિન હિલે આ અંગે કહ્યું, જ્યારે તેણે તેના શરીર પર જોયું તો તેની હાલત ગંભીર હતી. હોસ્પિટલનો સ્ટાફ સતત પ્રયાસ કરી રહ્યો હતો. તેઓ મૃત્યુ પામ્યા હોવાની જાણ થઈ હતી. એવું લાગતું હતું કે તેનો આત્મા કોઈના હાથમાં છે પણ તે બધું જોઈ શકતો હતો. ઘણી શાંતિ હતી. પરંતુ થોડા સમય પછી અચાનક તેની આંખ ખુલી અને તેને લાગવા લાગ્યું કે તે મૃત્યુ પછી જીવિત થઈ ગયો છે.

કેવિને કહ્યું તેજસ્વી સફેદ પ્રકાશ જેવું કંઈ જ જોયું નથી આ ચમત્કારથી ડોકટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કેવિનને 'ધ મિરેકલ મેન' તરીકે ઓળખાવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે કેવિનના પગમાં ઘણું પાણી ભરાઈ ગયું હતું અને તેનું શરિર સૂજી ગયું હતું. જેના કારણે તે ખૂબ રડતો હતો. આ દરમિયાન તેમને હૃદયની બીમારી થઈ હતી. જોકે કેવિન હવે તે હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો છે. આ ઘટના બાદ કેવિન પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનું પસંદ કરે છે.

(3:22 pm IST)