Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

રાહુલ ગાંધીનું સંસદ સભ્‍યપદ રદ કરાતા ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે આક્રોશઃ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરીને રોષ વ્‍યકત કર્યો

પોલીસ દ્વારા જુદી જુદી જગ્‍યાએથી કોંગ્રેસના આગેવાનો કર્યાકરોની અટકાયત

નવી દિલ્‍હીઃ કોંગ્રેસના સાંસદ પદેથી રાહુલ ગાંધીને દુર કરાતા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ થવા અંગે કોંગ્રેસનું દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે. કેન્દ્ર તથા રાજ્ય કક્ષાએ કોંગ્રેસનું સંકલ્પ સત્યાગ્રહ આંદોલન ચાલી રહ્યું છે. કોંગ્રેસનાં પ્રદર્શન પહેલાં રાજઘાટ પર કલમ 144 લાગુ કરાઈ છે. તેથી દિલ્હીમાં રાજઘાટના બદલે ગાંધી દર્શન સ્મારક ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જઘાટ પર સત્યાગ્રહ આંદોલનની પરવાનગી ન મળી હતી. ગાંધી સ્મારક ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, કે.સી.વેણુગોપાલ સહિતના કાર્યકરો જોડાયા હતા. તો બીજી તરફ, રાજ્યમાં જિલ્લા કક્ષાએ કોંગ્રેસ હેડક્વાર્ટર તથા વિવિધ શહેરોમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. 

રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા અંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. અમદાવાદમાં કોંગ્રેસનું સંકલ્પ સત્યાગ્રહ કરાયું હતું. સરદાર બાગ ધરણાં અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ ધરણાંના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઈ હતી. અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓ ધરણાં કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. 

રાજકોટ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થવાનો મુદ્દે કોંગ્રેસ દ્વારા જુબેલી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું. ગાંધીજીના પૂતળાં ખાતે ડર મત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જોકે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. 

(1:57 pm IST)