Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

યુનાઇટેડ સ્‍ટેટના મિસિસિપી અને અલાબામામાં પ્રચંડ વાવાઝોડુ ત્રાટકયુંઃ મિસિસિપીમાં રપ અને અલાબામાં ૧ નું મોતઃ અનેક ઘવાયા

મિસિસિપી ઇમરજન્‍સી મેનેજમેન્‍ટ એજન્‍સી રાહત અને બચાવ કાર્ય શરૂ

નવી દિલ્‍હીઃ યુનાઇટેડ સ્‍ટેટના મિસિસિપી અને આલાબામાં પ્રચંડ વાવાઝોડુ ત્રાટકતા ર૬ ના મોત થયા છે અનેકને ઇજા થઇ છે.

 યુનાઇટેડ સ્ટેટ્સના મિસિસિપી અને અલાબામામાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વાવાઝોડા સાથેના શક્તિશાળી ટોર્નેડોના કારણે મિસિસિપીમાં ઓછામાં ઓછા 25 લોકો અને અલાબામામાં એકનું મોત નીપજ્યું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

સમાચાર પ્રાપ્ત થતા જ રાહત બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંતી ગઇ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

હાલ બચાવ કામગીરી ચાલુ છે અને પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે.

મિસિસિપી ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વાવઝોડાની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકથી વધુ હતું. મળતી માહિતી મુજબ, મિસિસિપી, અલાબામા અને ટેનેસીમાં આવેલા આ વાવઝોડાને કારણે 1 લાખથી વધુ લોકોના ઘરની વીજળી જતી રહી. વીજળી કાપના કારણે લોકોની મુશ્કેલી વધી છે. જે લોકો લાપતા થયા છે તેમની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:18 pm IST)