Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

નિવેદન / 'અમારી સિસ્ટમમમાં કોઈને બચાવવાની વાત જ નથી', અદાણી વિવાદ પર પહેલી વાર બોલ્યાં PMના એડવાઈઝર

હિંડનબર્ગ અને અદાણી વિવાદ પર PMના સલાહકારનું નિવેદન:'PM નરેન્દ્ર મોદીના વહીવટી તંત્રએ આ મુદ્દે કંઈ પણ હસ્તક્ષેપ કર્યો નથી':'અમારી સિસ્ટમમમાં કોઈને બચાવવાની વાત જ નથી'

હિંડનબર્ગ અને અદાણી ગ્રૂપના વિવાદ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલને મહત્વની પ્રતિક્રિયા આપી છે.

સંજીવ સાન્યાલને કહ્યું કે, પ્રાધનમંત્રી નરેન્દ્ર મોદીના વહીવટી તંત્રએ આ મુદ્દે કંઈ પણ હસ્તક્ષેપ કર્યો નથી. ન્યૂયાર્કમાં એક ઈટરવ્યું દરમિયાન સંજીવ સાન્યાલને કહ્યું કે, અમારી સિસ્ટમમમાં કોઈને બચાવવાની વાત જ નથી. અદાણી અને હિંડનબર્ગના વિવાદ મુદ્દે પહેલી વાર વડાપ્રધાન મોદીના આર્થિક સલાહકારની પ્રતિક્રિયા સામે આવી છે.

સાન્યાલનું નિવેદન
સાન્યાલને કહ્યું કે, દેશની સૌથી મોટી ફાઈનાસર એસબીઆઈ અને સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્શોરેંસ કોર્પને અદાણી સમૂહની કંપનીમાં એક્સપોજર ઘણું ઓછું છે. તેમણે કહ્યું કે, આ કંપની કોઈપણ પ્રકાર નાંણાની બાબતમાં તણાવમાં નથી. સાન્યાલને શેર માર્કેટમાં આવેલી પડતીને લઈ કહ્યું કે, પારદર્શિતા અને વ્યવસ્થિત બજાર જ એક માત્ર વસ્તું છે અને જેની અમે પરવાહ કરીએ છીએ. અને જો આ વાત ધ્યાને રહે તો બજાર ગમે ત્યારે ઉપર જઈ શકે છે અને ક્યારેક નીચે પણ આવી શકે છે.

સિલિકોન વેલીમાં બેંકને લઈ શું કહ્યું
ગત દિવસોમાં અમેરિકાની સિલિકોન વેલીમાં બેંકબંધ થવા પર ભારત પર શું અસર થશે. જે પર સાન્યાલને કહ્યું કે, વર્તમાનમાં ભારતના સ્ટાર્ટઅપ્સ પર કોઈ પણ રીતે પહેલો પ્રભાવ નહી પડે.

શુ છે અદાણી-હિંડનબર્ગ વિવાદ
જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જે રિપોર્ટમાં અદાણી ગ્રૂપના શેયરમાં હેરફેર અને શેલ કંપનીઓ બનાવ્યા સહિતના ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ અદાણી ગૂપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેનાથી ગૌતમ અદાણીના વ્યક્તિગત મિલકત અને રેકિંગમાં મોટો ફટકો પડ્યો હતો. તેમજ શેયર બજારમાં અને એસબીઆઈ અને એલઆઈસી જેવી અનેક સ્ટોક્સના શેરોમાં લગાતાર ઘટાડો જોવા મળે છે

(10:33 am IST)