Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર સાથે જ સિઝનની શરુઆત થશે. બંને ટીમો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત ટાઈટન્સ ટીમના ખેલાડીઓ પણ તૈયારીઓમં લાગ્યા છે. જોકે તૈયારીઓના મામલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સતત અપડેટ વિડીયો અને તસ્વીરો શેર કરતી જોવા મળી

- બેન સ્ટોક્સને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રુપિયામાં અંતિમ ઓક્શન દરમિયાન ખરીદ્યો

નવી દિલ્‍હીઃ આગામી શુક્રવાર થી IPL 2023 ની શરુઆત થનારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર સાથે જ સિઝનની શરુઆત થશે. બંને ટીમો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત ટાઈટન્સ ટીમના ખેલાડીઓ પણ તૈયારીઓમં લાગ્યા છે. જોકે તૈયારીઓના મામલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સતત અપડેટ વિડીયો અને તસ્વીરો શેર કરતી જોવા મળે છે.

ચેન્નાઈની ટીમની પ્રથણ મેચ શુક્રવારે જ રમાનારી છે. જેને લઈ સિઝનની શરુઆત શાનદાર કરવા માટે પરસેવો વહાવતા ટીમના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. બેન સ્ટોક્સ ચેન્નાઈની ટીમનો હિસ્સો બન્યો છે અને હવે તે વિશાળ છગ્ગાઓ ફટકારવાનો અભ્યાસ કરી રહ્યો છે.

સૌથી સફળ ટીમ પૈકીની એક ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ મનાય છે. ચેન્નાઈની ટીમ 4 વાર ચેમ્પિયન બની ચુક્યુ છે. જોકે ગત સિઝન ચેન્નાઈ માટે સારી રહી નહોતી અને ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. હવે આ સિઝનની શરુઆત શાનદાર બનાવવાની પુરી તૈયારીઓ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈની ટીમે કરી લીઘી છે.

બેન સ્ટોક્સને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રુપિયામાં અંતિમ ઓક્શન દરમિયાન ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આમ તો પોતાની જરુરિયાતો પર વધારે ધ્યાન આપ્યુ હતુ અને એ પ્રમાણે તેઓએ ખેલાડીઓને પોતાની સાથે જોડવા માટે પ્રયાસ કર્યો હતો. બેન સ્ટોક્સ આઈપીએલની આગામી સિઝન માટેની તૈયારીઓના અભ્યાસ કેમ્પમાં જોડાઈ ચુક્યો છે.

ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ચેન્નાઈ સુપર કિંગ્સ ના અભ્યાસ કેમ્પમાં પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. તે ઉંચા ઉંચા વિશાળ છગ્ગા ફટકારવાની પ્રેક્ટિસ કરી લીધી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, સ્ટોક્સે બે શાનદાર છગ્ગા ફટાકર્યા હતા. પ્રથમ છગ્ગો બોલરના ઉપરથી અને બીજો છગ્ગો લોંગ ઓન પર લગાવ્યો હતો..

(12:00 am IST)