Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

આર્યન ખાન કેસ : પ્રભાકર સૈલના સોગંદનામા વિરુદ્ધ સમીર વાનખેડેને રાહત આપવાનો મુંબઈ કોર્ટનો ઇનકાર : આર્યન ખાન ડ્રગ કેસની તપાસ દરમિયાન એનસીબી અને સમીર વાનખેડેએ કોરા કાગળો ઉપર સહી લીધી હોવાનો આરોપ છે

મુંબઈ : આર્યન ખાન કેસમાં પ્રભાકર સૈલે તેના સોગંદનામામાં આરોપ લગાવ્યો છે કે આર્યન ખાન ડ્રગ કેસની તપાસ દરમિયાન એનસીબી અને સમીર વાનખેડે દ્વારા કાગળની કોરી શીટ્સ પર સહી કરાવવામાં આવી હતી.જેના અનુસંધાને એનસીબી અને સમીર વાનખેડેએ કેસમાં ખલેલ પાડવાના પ્રભાકરના પ્રયત્નને ધ્યાનમાં ન લેવા કોર્ટને અરજ કરી હતી.જે અંગે રાહત આપવાનો નામદાર કોર્ટે ઇન્કાર કર્યો છે.

જેના કારણમાં જણાવાયું હતું કે આ મામલો બોમ્બે હાઈકોર્ટ સમક્ષ જામીન અરજીમાં સબ-જ્યુડીસ છે. તેથી આ કોર્ટ દ્વારા આવા કોઈ આદેશો પસાર કરી શકાતા નથી.

ઉલ્લેખનીય છે કે NCB અને વાનખેડે સેશન્સ કોર્ટમાં ગયા હતા કારણ કે ગઈકાલે મીડિયામાં વ્યાપકપણે અહેવાલ આવ્યા હતા કે સેઇલે એફિડેવિટ પર જણાવ્યું હતું કે NCBએ તેને ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં કોરા પંચનામા પર સહી કરવા માટે કહ્યું હતું, જેમાં આર્યન ખાન સંડોવાયેલો છે.ઉપરાંત તેણે પોતાના જાન પર ખતરો પણ વ્યક્ત કર્યો હતો, તેમ છતાં તેનો માલિક ગોસાવી ગુમ થઈ ગયો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)